સુરતમાં 7 વર્ષની બાળકીની દીક્ષા પર કોર્ટની રોક
માતાએ પિતાની હાજરીના પુરાવા રજૂ કર્યા; પિતાએ પત્નીની જીદને વશ થયા હોવાની કોર્ટમાં કબૂલાત

7 વર્ષની બાળકીની દીક્ષા પર રોક

7 વર્ષની બાળકીની દીક્ષા પર રોક
સુરતમાં સાત વર્ષની બાળકીના દીક્ષા મહોત્સવને લઈને ઉભો થયેલો વિવાદ હવે કોર્ટના ઉંબરે પહોંચ્યો છે. પિતાએ બાળકીની નાની ઉંમરને ધ્યાને રાખી દીક્ષા રોકવા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. આજે (૨૨ ડિસેમ્બર) આ કેસની મહત્વની સુનાવણી દરમિયાન માતાએ કેટલાક એવા પુરાવા રજૂ કર્યા છે, જેનાથી પિતાના દાવાઓ પર સવાલ ઉભા થયા છે.
માતાએ રજૂ કર્યા 'સંમતિ'ના પુરાવાઅત્યાર સુધી પિતાનો આરોપ હતો કે તેમની જાણ બહાર અને સંમતિ વગર દીક્ષાની તૈયારીઓ કરવામાં આવી છે. જોકે, આજે કોર્ટમાં માતાએ ચોથી ઓક્ટોબરના કેટલાક ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો રજૂ કર્યા હતા.
દલીલ: માતાએ જણાવ્યું કે જ્યારે આચાર્ય ભગવંત પાસે દીક્ષાની અનુમતિ લેવા માટે પરિવાર ગયો હતો, ત્યારે પિતા અને તેમનો પરિવાર ત્યાં હાજર હતો.
વળાંક: જો પિતાને વાંધો હતો, તો તેમણે આચાર્ય સામે તે સમયે જ વિરોધ કેમ ન નોંધાવ્યો? માતાની આ દલીલે કોર્ટમાં પિતાના પક્ષને નબળો પાડ્યો છે.
માતાએ રજૂ કરેલા ફોટા સામે પિતાએ કોર્ટમાં વળતો બચાવ રજૂ કરતા ભાવુક દલીલ કરી હતી. પિતાએ જણાવ્યું કે, "હું તે સમયે માત્ર પત્નીની અતિશય જીદ અને કૌટુંબિક દબાણને કારણે આશીર્વાદ લેવા માટે સાથે ગયો હતો. પરંતુ ત્યારે દીક્ષાની કોઈ તારીખ કે અંતિમ વિધિ નક્કી થઈ નહોતી. બાળકી હજુ માત્ર સાત વર્ષની છે, તેના ઉજ્જવળ ભવિષ્ય અને તેની નાદાનિયતને જોતા હું હવે આ નિર્ણયનો વિરોધ કરી રહ્યો છું."
કોર્ટનો વચગાળાનો આદેશ અને દીક્ષા મોકૂફફેમિલી કોર્ટે આ મામલાની સંવેદનશીલતા અને બાળકીના અધિકારોને ધ્યાનમાં રાખીને મહત્વનો આદેશ આપ્યો છે:
તત્કાલ રોક: કોર્ટે માતાને સ્પષ્ટ સૂચના આપી છે કે દીક્ષા સંબંધિત કોઈ પણ ધાર્મિક વિધિ કે પ્રક્રિયા અત્યારે આગળ વધારવી નહીં.
સોગંદનામું: કોર્ટના કડક વલણને પગલે માતાએ પણ એફિડેવિટ રજૂ કરી ખાતરી આપી છે કે હાલ પૂરતો દીક્ષા મહોત્સવ મોકૂફ રાખવામાં આવશે.
હાલ પૂરતી દીક્ષા અટકી ગઈ છે, પરંતુ ધાર્મિક આસ્થા અને પિતૃત્વના અધિકાર વચ્ચેની આ કાયદાકીય લડાઈમાં સાત વર્ષની બાળકીનું ભવિષ્ય કઈ દિશામાં જશે, તેના પર સૌની નજર ટકેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.