વિકાસ કામોમાં ફળવાયેલી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર
વાઘોડિયાની ફલોડ ગ્રામ પંચાયતના કાર્યોમાં મોટાપાયે ગેરરીતિ, TDOની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

ફલોડ ગ્રામ પંચાયતના કાર્યોમાં મોટાપાયે ગેરરીતિ

ફલોડ ગ્રામ પંચાયતના કાર્યોમાં મોટાપાયે ગેરરીતિ
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો કેવો નિર્લજ્જ દુરુપયોગ થઈ શકે છે, તેનો જીવંત નમૂનો વડોદરાના વાઘોડિયા તાલુકાની ફલોડ ગ્રામ પંચાયતમાં જોવા મળ્યો છે.
અહીં વિકાસના કામોમાં એસ્ટીમેટ મુજબ કામ કરવાને બદલે ભ્રષ્ટાચારની ગંગા વહેતી કરવામાં આવી હોવાની રજૂઆત બાદ જ્યારે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવા પહોંચ્યા, ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને તેઓ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
પ્લાસ્ટરના નામે માત્ર 'પીંછી' ફેરવી સૌથી ચોંકાવનારો ભ્રષ્ટાચાર આંગણવાડીના રિપેરીંગ કામમાં સામે આવ્યો છે. નિયમ મુજબ દીવાલોની તિરાડો પૂરીને તેના પર પ્લાસ્ટર કરવાનું હોય છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચારની હદ વટાવી દીધી હતી. પ્લાસ્ટર કરવાને બદલે માત્ર સિમેન્ટને પાણીમાં ઓગાળીને બ્રશ (પીંછી) વડે દીવાલ પર ફેરવી દઈ કામ પૂરું કર્યાનું ચિત્ર ઊભું કરાયું હતું.
તપાસ દરમિયાન અધિકારીઓએ જ્યારે દીવાલ પર હાથ ફેરવ્યો, ત્યારે સિમેન્ટ પાવડરની જેમ ખંખેરાવા લાગ્યો હતો. નાના ભૂલકાંઓ જ્યાં બેસે છે તેવી આંગણવાડીમાં આવી હલકી ગુણવત્તાની કામગીરી બાળકોના જીવ જોખમમાં મૂકી રહી છે.
બિલોની ચુકવણી પર રોક ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોની વારંવારની રજૂઆતો બાદ તાલુકા વિકાસ અધિકારી (TDO) તપાસ માટે દોડતા થયા હતા. તપાસમાં માત્ર આંગણવાડી જ નહીં, પરંતુ રોડ, ડ્રેનેજ અને શેડના કામોમાં પણ એસ્ટીમેટ મુજબ કામગીરી ન થઈ હોવાનું અને તદ્દન હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનું સાબિત થયું છે.
અધિકારીને ક્ષતિ જણાતા તેમણે તાત્કાલિક અસરથી ફલોડ ગ્રામ પંચાયતના આવા તમામ વિવાદાસ્પદ કામોના બિલોની ચુકવણી સ્થગિત કરી દીધી છે.
જવાબદારી સામે સવાલ ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયત દ્વારા વિકાસના કામોના એસ્ટીમેટ સભ્યોને બતાવવામાં આવતા નથી અને અંધારામાં રાખવામાં આવે છે. હાલ TDO દ્વારા ગ્રામ પંચાયત પાસે લેખિત ખુલાસો માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સવાલ એ ઊભો થાય છે કે જો આ જૂની આંગણવાડી ભ્રષ્ટાચારને કારણે ધરાશાયી થાય અને કોઈ દુર્ઘટના સર્જાય, તો તેનો જવાબદાર કોણ?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.