ગળી ગયેલી વસ્તુ નીકાળી SSGમાં બાળકોને અપાયુ નવજીવન
પાદરાના 3 વર્ષના બાળકે ગળી લીધો સિક્કો; વેકેશનમાં વાલીઓ સાવચેત રહે તે જરૂરી

SSGમાં બાળકોને અપાયુ નવજીવન

SSGમાં બાળકોને અપાયુ નવજીવન
વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ફરી એકવાર જટિલ સર્જરીઓ કરીને ચર્ચામાં આવી છે. હોસ્પિટલના ENT (કાન-નાક-ગળા) વિભાગે માત્ર 10 કલાકના ટૂંકા ગાળામાં બે અલગ-અલગ જટિલ ઓપરેશન પાર પાડીને બે માસૂમ બાળકોને મોતના મુખમાંથી ઉગારી લીધા છે.
1) ફેફસામાં ફસાયેલી પેપર પિન
દાહોદના એક 11 વર્ષીય બાળક માટે રમત-રમત જીવલેણ સાબિત થઈ હોત. આ બાળકના શ્વાસનળી વાટે ફેફસામાં તીક્ષ્ણ પેપર પિન ફસાઈ ગઈ હતી. પિનના કારણે બાળકનો શ્વાસ રુંધાઈ રહ્યો હતો અને સ્થિતિ નાજુક હતી.
સયાજી હોસ્પિટલના તબીબોએ સમય સૂચકતા વાપરી અત્યાધુનિક 'બ્રોન્કોસ્કોપી' પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. તબીબોએ ગણતરીની મિનિટોમાં આ તીક્ષ્ણ પિનને સફળતાપૂર્વક બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું હતું.
2) ગળામાં સિક્કો ફસાયો
હજુ પિન કાઢવાની સર્જરી પૂરી થઈ ત્યાં પાદરાના એક 3 વર્ષના માસૂમ બાળકને ઈમરજન્સીમાં લાવવામાં આવ્યો હતો. આ બાળકના ગળામાં રમતા-રમતા સિક્કો ફસાઈ ગયો હતો.
ENT વિભાગના ડોક્ટરોએ તુરંત જ બીજી સર્જરી હાથ ધરી હતી અને અન્નનળીમાં ફસાયેલો સિક્કો સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
વાલીઓ રહે સાવધ
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ ગોત્રી હોસ્પિટલમાં એક બાળકના ફેફસામાંથી LED બલ્બ કાઢવામાં આવ્યો હતો. રજાઓ અને વેકેશનના દિવસોમાં બાળકો ઘરમાં નાની વસ્તુઓ જેવી કે સિક્કા, પિન, બટન કે સેલ ગળી જતા હોવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
તબીબોએ વાલીઓને અપીલ કરી છે કે, નાના બાળકો જ્યારે રમતા હોય ત્યારે તેમના પર ખાસ દેખરેખ રાખવી. બાળક ગુંગળાતું હોય કે અચાનક ઉધરસ આવે ત્યારે વિલંબ કર્યા વગર તબીબી સહાય લેવી અનિવાર્ય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.