આનંદોઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી જાહેર
GSSSB દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3ની 5370 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીની ફાઈલ તસવીર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીની ફાઈલ તસવીર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3(ગૃપ એ અને બી) માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત 5,370થી વધુ જગ્યાઓ ભરવામાં આવનાર છે. તે માટે 5 ફેબ્રુઆરીથી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.
Group-A હેઠળ 2,365 જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે. જેમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના પદોનો સમાવેશ થાય છે. Group-B માટે 3,005 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. જેમાં જુનિયર ક્લાર્કના પદોનો સમાવેશ થાય છે.
GSSSBની ભરતીને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવી છે. જેમાં વહીવટી અને કાર્યાલય સંબંધિત વિવિધ પદોનો સમાવેશ થાય છે. જેમાં ગૃપ Aમાં કુલ 2,365 જગ્યાઓ અને ગૃપ Bમાં કુલ 3,005 જગ્યાઓનો સમાવેશ થાય છે. GSSSBની ભરતીની ખાલી પડેલી જગ્યાઓનું વિગતવાર વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં જુનિયર ક્લાર્કમાં 3,005, કલેક્ટર કચેરી ક્લાર્કમાં 1,600, સિનિયર ક્લાર્કમાં 503, સમાજ કલ્યાણ નિરીક્ષકમાં 125, હેડ ક્લાર્કમાં 134 અને કાર્યાલય અધિક્ષકમાં 03 જગ્યાઓનો સમાવેશ કરાયો છે.
આ ભરતી માટે ઉમેદવારોને OJAS પોર્ટલ (https://ojas.gujarat.gov.in) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જાહેરાત મુજબ અરજી પ્રક્રિયા 5 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને 20 ફેબ્રુઆરી 2026 સુધી અરજી કરી શકાશે. પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા આધારે લેવામાં આવશે.
ભરતીને લઈને શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ તથા અન્ય માહિતી ઉમેદવારોને GSSSBની અધિકૃત વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પરથી મળી શકશે. રાજ્યના યુવાઓ માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં થતી ભરતીપ્રક્રિયાને ઝડપી બનાવવા અને એક વર્ષની મર્યાદામાં પૂર્ણ કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચે (GARC) છઠ્ઠા અહેવાલમાં ભલામણ કરી છે. પંચ દ્વારા ભરતી પ્રક્રિયાને સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે અલગ અલગ નવ ભલામણ કરવામાં આવી છે. પંચ દ્વારા મુખ્યમંત્રીને તેનો અહેવાલ પણ કરવામાં આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.