AMC દ્વારા પાલતુ કૂતરામાં RFID ચિપ ફરજિયાત
AMC પાલતુ કૂતરામાં RFID ચિપ ફરજિયાત કરશે, જેથી વેક્સિનેશન અને લોકેશનની માહિતી ટ્રેક કરાશે
પાલતુ કૂતરામાં RFID ચિપ ફરજિયાત
પાલતુ કૂતરામાં RFID ચિપ ફરજિયાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં પાલતુ કૂતરાનું રજિસ્ટ્રેશન અને રેબીઝ રોકથામના ભાગરૂપે RFID ચિપ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ RFID ચિપ દ્વારા કૂતરાનું વેક્સિનેશન, લોકેશન અને બીજા આરોગ્ય સંબંધિત ડેટા ટ્રેક કરી શકાશે.
રજિસ્ટ્રેશનવાળા કૂતરામાં ચિપ લગાવાશે
AMC દ્વારા અગાઉથી પાલતુ કૂતરાનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. પરંતુ 50,000થી વધુ પાલતુ કૂતરાની સામે માત્ર 18,000 કેસમાં જ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. હવે જ્યારે રજિસ્ટ્રેશન વાળા પાલતુ કૂતરું હશે, ત્યારે તેમાં RFID ચિપ લગાવવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના પીઆઇનું હડકવાથી મોત
પાલતુ કૂતરાનું ટ્રેકિંગ સરળ બનશે
AMCના જણાવ્યા અનુસાર, હાલ આ ચિપ લગાવવાની પ્રક્રિયાને ખાનગીકરણ કરવું કે નહિ અને તેના ખર્ચની વસૂલાત કઈ રીતે કરવી તેના પર ચર્ચા ચાલી રહી છે. ચિપના માધ્યમથી પાલતુ કૂતરાનું ટ્રેકિંગ સરળ બનશે અને કોઈ પણ તબીબી ઇમરજન્સીમાં માહિતી તાત્કાલિક ઉપલબ્ધ થશે.
500 સ્ટ્રીટ ડોગ્સમાં ચિપ લગાવાઈ છે
AMC અગાઉ 500 જેટલા સ્ટ્રીટ ડોગ્સમાં પણ RFID ચિપ લગાવી ચૂકી છે. હવે આગામી દિવસોમાં સ્ટ્રીટ ડોગ્સ માટે પણ આ કામગીરી વધુ વેગે આગળ ધપાવવામાં આવશે. AMC દ્વારા 2 ઑક્ટોબર સુધી વર્લ્ડ રેબીઝ ડે ઉજવાશે. આ અભિયાનનો મુખ્ય હેતુ વર્ષ 2030 સુધીમાં અમદાવાદને રેબીઝમુક્ત બનાવવાનો છે. છેલ્લા 9 મહિનાની અંદર AMCએ રેબીઝથી પીડિત 3 શ્વાનોને પકડી લીધા હતા. આવા પ્રયાસો દ્વારા રોગ નિયંત્રણ તેમજ જનજાગૃતિનો વિસ્તાર થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો