અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના પીઆઇનું હડકવાથી મોત
પીઆઈ વનરાજ માંજરિયાને થોડા દિવસો અગાઉ પાલતું શ્વાનનો નખ વાગ્યો હતો
પીઆઈ વનરાજ માંજરીયા
પીઆઈ વનરાજ માંજરીયા
અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાનું દુઃખદ અવસાન થયું છે. તેમને થોડા સમય પહેલાં પાલતુ શ્વાનનો નખ વાગવાથી હડકવા થયો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મોત થયુ છે. અચાનક નિધનથી પરિવારજનો અને અમદાવાદ શહેર પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે.
અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા વનરાજ માંજરિયાને થોડા સમય અગાઉ પાલતુ શ્વાનના નખ વાગ્યો હતો. તેના કારણે હડકવા થયો હતો. પીઆઇને હડકવા થતાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન પીઆઇનું મોત થયું છે.
હડકવા વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીની લાળમાં હોય છે. જ્યારે પ્રાણી કોઈને કરડે છે ત્યારે વાયરસ ઘા દ્વારા શરીરમાં પહોંચે છે. તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. ત્યારબાદ તેના દ્વારા વાયરસ મગજ અને કરોડરજ્જુ સુધી પહોંચે છે. તે માટે ત્રણથી 12 અઠવાડિયા જેટલો સમય લાગતો હોય છે.
કેટલીક કિસ્સામાં એક વર્ષ કે તેથી વધુ સમય લેતો હોય છે. તેને ‘ઇન્ક્યુબેશન પિરિયડ’ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ લક્ષણો દેખાતા નથી. કેટલા દિવસોમાં લક્ષણો દેખાશે તે વાયરલ લોડ, ઘાની જગ્યા જેવી બાબતો પર આધાર રાખે છે. આ વાયરસ મગજમાં પહોંચતાની સાથે ઝડપથી વધવા લાગે છે. ત્યારબાદ દર્દીની સ્થિતિ વધુ ખરાબ થાય છે. તેને લકવો થઈ શકે છે. તે કોમામાં જઈ શકે છે અને અંતે તેનું મૃત્યુ પણ થઈ શકે છે. હડકવાના કારણે કોઈપણ વ્યક્તિ પોતાનો જીવ ન ગુમાવે, તેથી તેનામાં રહેલા ચેપના લક્ષણોને સમયસર ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હડકવા એટલો ઘાતક છે કે, જો તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે પછી તેની અસર દર્શાવે છે. જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે. તેમાં હડકવાની અસર તરત જ દેખાતી નથી. પરંતુ 25 વર્ષ પછી રોગપ્રતિકારક શક્તિ નબળી પડતાં વાયરસ પાછો આવીને મૃત્યુ તરફ દોરી જાય છે.
થોડા વર્ષો પહેલા હડકવાથી બચવા માટે રસીના 14 થી 16 ડોઝ આપવામાં આવતા હતા. દર્દીઓ માટે આટલા બધા ઇન્જેક્શન લેવાનું ખૂબ જ પીડાદાયક હતું. હવે વિકસિત થયેલી રસી સલામતની સાથે માત્ર 5 ડોઝ લેવા પડે છે. ઘણા લોકો કોર્સ પૂરો કરતા નથી અને માત્ર 3 ડોઝ લે છે. કેટલીકવાર લોકોને સાચી માહિતી મળતી નથી. ઘણાં લોકો કૂતરા કરડવાથી થતા ઘા પર લાલ મરચું, ગાયનું છાણ, કોફી પાવડર જેવી વસ્તુઓ લગાવે છે. આ વસ્તુઓ માત્ર હડકવા સામે રક્ષણ નહીં આપે, પરંતુ ઘાને વધુ ઘાતક બનાવે છે.
તમને શ્વાન કે જંગલી પ્રાણી કરડ્યુ હોય તે જગ્યાએ ખંજવાળ આવતી હોય તો ડોક્ટરને ચોક્કસ બતાવો. તમારા પાલતુ કૂતરા અથવા બિલાડીને હડકવા વિરોધી રસી આપવામાં આવી નથી અને તે કરડે છે તો પણ ડોક્ટરને મળો. 72 કલાકની અંદર હડકવા વિરોધી ઈન્જેક્શન લગાવો. તમે વધારે મોડું કરશો તો દવા અસર કરશે નહી. ડોકટરો પહેલા માનવીઓ અથવા ઘોડાઓમાંથી મેળવેલા હડકવાના એન્ટિબોડીઝ 'રેબીઝ ઇમ્યુનોગ્લોબલિન'નો ડોઝ આપે છે. ત્યારબાદ હડકવા વિરોધી રસીનો 4 અઠવાડિયાનો કોર્સ કરાવે છે. જેમાં 5 ડોઝ હોય છે. તેનો પહેલો ડોઝ 'રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન' પછી આપવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?