AMCનું 17,018 કરોડનું બજેટ રજૂ
ડ્રાફ્ટ બજેટમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એલિવેટેડ કોરિડોર અને પરિવહન સુવિધા પર ધ્યાન અપાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
ચૂંટણીના વર્ષમાં AMC દ્વારા શહેરના વિકાસ માટે 17,018 કરોડનું જંગી ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ અને પરિવહન ક્ષેત્રે અનેક મહત્ત્વકાંક્ષી જોગવાઈઓ કરવામાં આવી છે. શહેરીજનો માટે રાહતના સમાચાર એ છે કે, આ વર્ષે કરવેરામાં કોઈ નવો વધારો કરવામાં આવ્યો નથી, જોકે 2 વર્ષ જૂની જોગવાઈ મુજબ વાર્ષિક 2 ટકાનો ઓટોમેટિક વધારો અમલી રહેશે.
ગતિશીલ શહેર બનાવવાની દિશામાં એક મોટું પગલું
બજેટમાં ખાસ કરીને રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે 6 મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત કુલ 11 નવા સ્પોર્ટ્સ સેન્ટરો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે 1,000 કરોડના ખર્ચે નેહરુનગરથી ઈસ્કોન અને બોપલ રીંગ રોડથી ઘુમા સુધી 2 નવા એલિવેટેડ કોરિડોર બનાવવાનું આયોજન છે. આ બજેટ અમદાવાદને સ્માર્ટ અને ગતિશીલ શહેર બનાવવાની દિશામાં એક મોટું પગલું ગણાઈ રહ્યું છે.
46 કરોડના ખર્ચે 16 નવા બગીચા ડેવલપ કરાશે
બજેટમાં ટ્રાફિક અને રોડ ડેવલપમેન્ટ માટે કુલ 775 કરોડના ખર્ચે 5 નવા રેલવે ઓવરબ્રીજ અને 225 કરોડના ખર્ચે 3 નવા ફ્લાયઓવર બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. એસ. જી. હાઈવેને 600 કરોડના ખર્ચે આઈકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે, જ્યારે શહેરના અન્ય 21 રસ્તાઓને આઈકોનિક અને મોડેલ રોડમાં પરિવર્તિત કરવા માટે 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. પર્યાવરણ અને શહેરની સુંદરતા માટે 46 કરોડના ખર્ચે 16 નવા બગીચા અને 31 કરોડના ખર્ચે 24 લેક ગાર્ડન ડેવલપ કરવામાં આવશે.
AI ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પણ જાહેરાત
આ સાથે જ અમદાવાદની હેરિટેજ ઓળખ જાળવી રાખવા માટે 49 કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં પોળ અને ઐતિહાસિક દરવાજાઓના રિસ્ટોરેશનનો સમાવેશ થાય છે. મહિલાઓ માટે 25 નવા પિંક ટોયલેટ અને જોધપુર વિસ્તારમાં સ્પેશિયલ મહિલા જીમની જાહેરાત કરીને મહિલા સુરક્ષા અને સ્વાસ્થ્ય પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટમાં નવી શાળાઓ, હેલ્થ સેન્ટરો, સ્માર્ટ પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જે આગામી વર્ષોમાં અમદાવાદનો ચહેરો બદલી નાખશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.