Ahmedabad માં પ્લેન ઇન્ટર્ન ડોક્ટર્સની હોસ્ટેલ પર પડ્યું, સફેદ કફન ખૂટતાં મહિલાઓએ સાડીઓ આપી!
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં એર ઈન્ડિયાનું પ્લેન અતુલ્ય હોસ્ટેલના ચારેય બિલ્ડિંગ પર તૂટી પડ્યું...

સફેદ કફન ખૂટતાં સાડીઓનો સહારો!

સફેદ કફન ખૂટતાં સાડીઓનો સહારો!
આજે બપોરે અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનાએ શહેરને સ્તબ્ધ કરી દીધું છે. એર ઇન્ડિયાનું પ્લેન AI171 સિવિલ હોસ્પિટલ નજીક, ખાસ કરીને અતુલ્ય બિલ્ડિંગ 1, 2, 3, 4 – જ્યાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર્સ રહેતા હતા – ત્યાં ભયાવહ રીતે તૂટી પડ્યું છે. આ ઘટનાએ માત્ર ઇમારતોને જ નહીં, પરંતુ માનવતાના હૃદયને પણ ચીરી નાખ્યું છે.
પ્લેન ધડાકાભેર પડતાની સાથે જ આગનો વિકરાળ ગોળો ફાટી નીકળ્યો હતો, જેના કારણે ઘટનાસ્થળે પહોંચેલા બચાવકર્મીઓ પણ કંપારી ઉઠ્યા હતા. આગની ભયાવહતા એટલી હતી કે અનેક દેહના ટુકડા થઈ ગયા હતા, જેના કારણે મૃતદેહોની ઓળખ કરવી અશક્ય બની ગઈ છે. આ દ્રશ્યો એટલા હૃદયદ્રાવક છે કે તેને શબ્દોમાં વર્ણવવા પણ મુશ્કેલ છે.
આ દુર્ઘટનાની ભયાનકતાના કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ ભારે પડકારોનો સામનો કરવો પડ્યો. સ્થિતિ એટલી કફોડી બની હતી કે સ્ટ્રેચર, સફેદ કપડાં અને કફન ખૂટી પડ્યા. આવા કપરા સમયે, માનવતાના દર્દને પારખીને મહિલાઓએ પોતાની સાડીઓ અને દુપટ્ટા કાઢીને પીડિતોને ઢાંકવા આપવા પડ્યા. આ દ્રશ્યોએ દરેકની આંખોમાં આંસુ લાવી દીધા.
આ પણ વાંચો : કાળમુખો અકસ્માત, Ahmedabad માં પ્લેન ક્રેશ, બ્રિટન-કેનેડા-પોર્ટુગલના નાગરિકો પણ ભોગ બન્યા!
આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમો સતત પ્રયાસ કરતી હતી, પરંતુ પાણીના ટેન્ક વારંવાર ખાલી થઈ જતા હતા અને તેમને પાણી ભરવા માટે સતત પાછા જવું પડતું હતું, જેના કારણે આગને કાબૂમાં લેવામાં વિલંબ થયો.
આ પણ વાંચો : ઈતિહાસનું પુનરાવર્તન? Ahmedabad એ 1988 માં જોઈ હતી આવી જ ભયાવહ વિમાન દુર્ઘટના, 133 ના ગયા હતા જીવ!
ટ્રેજેડી એટલી મોટી હતી કે મૃતદેહો ઓળખી શકાય તેમ નહોતા. તાત્કાલિક ધોરણે તમામ ઉપલબ્ધ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોને કામે લગાડવામાં આવ્યા જેથી ઇજાગ્રસ્તો અને મૃતદેહોને હોસ્પિટલ પહોંચાડી શકાય. અમદાવાદ પર આજે જાણે આકાશમાંથી કાળ તૂટી પડ્યો છે, અને આ ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો છે. આ ભયાવહ દુર્ઘટનાના મૂળ કારણોની સઘન તપાસ થવી જોઈએ અને જવાબદારોને સજા થવી જોઈએ.
આ પણ વાંચો : Ahmedabad : પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થયું, જુઓ Video
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.