કાળમુખો અકસ્માત, Ahmedabad માં પ્લેન ક્રેશ, બ્રિટન-કેનેડા-પોર્ટુગલના નાગરિકો પણ ભોગ બન્યા!
બ્રિટનના ૫૨, કેનેડાનો 1 અને પોર્ટુગલના 6 નાગરિકો પણ સામેલ હોવાથી આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જગાવી...

ટેકઓફના 5 મિનિટમાં ભયાવહ દુર્ઘટના...

ટેકઓફના 5 મિનિટમાં ભયાવહ દુર્ઘટના...
આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ટેક-ઓફ થયાના માત્ર પાંચ જ મિનિટમાં એર ઈન્ડિયાના પેસેન્જર પ્લેન AI171 ના ભયાવહ ક્રેશથી સમગ્ર દેશ અને વિદેશમાં હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં 242 મુસાફરો સવાર હોવાનું DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે, જેમાંથી નોંધપાત્ર સંખ્યામાં વિદેશી નાગરિકો પણ સામેલ છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં બ્રિટનના 52, કેનેડાનો 1 અને પોર્ટુગલના 6 નાગરિકો સવાર હતા, જેના કારણે આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા જગાવી છે.
આ ભયાવહ સમાચાર મળતા જ દેશના PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તાત્કાલિક અમદાવાદ જવા રવાના થયા છે. તેમની અમદાવાદ મુલાકાત દર્શાવે છે કે સરકાર આ ઘટનાને કેટલી ગંભીરતાથી લઈ રહી છે અને રાહત-બચાવ કામગીરી પર સીધું ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
આ પણ વાંચો : ઈતિહાસનું પુનરાવર્તન? Ahmedabad એ 1988 માં જોઈ હતી આવી જ ભયાવહ વિમાન દુર્ઘટના, 133 ના ગયા હતા જીવ!
ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. અમદાવાદ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને ફાયર બ્રિગેડની ટીમો ને બોલાવી લેવામાં આવી છે. આ ટીમો ઈજાગ્રસ્તોને બચાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad : પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થયું, જુઓ Video
પ્લેન ક્રેશના કારણો અંગે DGCA દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર વિમાની સલામતીના મુદ્દે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આટલા ઓછા સમયમાં પ્લેન કેવી રીતે ક્રેશ થયું, તેની પાછળ શું કારણો જવાબદાર છે, અને શું કોઈ ટેકનિકલ ખામી હતી કે પાઇલટની ભૂલ, તે તમામ પાસાઓની સઘન તપાસ જરૂરી છે. દેશવાસીઓ આ દુર્ઘટનામાં ફસાયેલા તમામ લોકોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો : મેઘાણીનગર IGP ગ્રાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું, પ્લેનમાં 242 લોકો હતા સવાર
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.