Ahmedabad : પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થયું, જુઓ Video
દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળેથી ધુમાડાના ગુડગુડાટ છવાઈ ગયા હતા અને રહેણાંક વિસ્તાર નજીક ક્રેશ થતા...

અમદાવાદમાં કાળમુહો ગુરુવાર...

અમદાવાદમાં કાળમુહો ગુરુવાર...
આજે બપોરે અમદાવાદ શહેર એક ભયાવહ વિમાન દુર્ઘટનાનો સાક્ષી બન્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના ગણતરીની મિનિટોમાં જ મેઘાણીનગર નજીક ધડાકાભેર ક્રેશ થઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક અહેવાલો મુજબ, આ પ્લેનમાં અંદાજે 200 થી વધુ મુસાફરો સવાર હતા અને તેમાં કાર્ગો પણ હતું. પ્લેન ક્રેશ થતા જ ઘટનાસ્થળેથી ધુમાડાના ગુડગુડાટ આકાશમાં છવાઈ ગયા હતા, જે દૂર દૂરથી દ્રશ્યમાન થતા હતા. આ દુર્ઘટના રહેણાંક વિસ્તારની નજીક બની હોવાથી જાનહાનિનો આંકડો મોટો હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે સત્તાવાર આંકડા હજુ જાહેર કરાયા નથી.
ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી તાબડતોબ સુરતથી અમદાવાદ જવા રવાના થયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યના DGP સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત-બચાવ કાર્યમાં જોડાઈ ગઈ છે.
આ પણ વાંચો : મેઘાણીનગર IGP ગ્રાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું, પ્લેનમાં 242 લોકો હતા સવાર
હાલ ફાયર બ્રિગેડ, પોલીસ, NDRF, અને સ્થાનિક પ્રશાસનની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. આ ભયાવહ દુર્ઘટનાનું કારણ જાણવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. આ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોક અને ચિંતાની લાગણી ફેલાવી દીધી છે.
આ પણ વાંચો : AMC ની ઘોર બેદરકારી, જળકુંભીમાં ફસાઈ જગન્નાથજીની જળયાત્રા, મેયર સહિતને જવાનોનો સહારો લેવો પડ્યો...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.