ઈતિહાસનું પુનરાવર્તન? Ahmedabad એ 1988 માં જોઈ હતી આવી જ ભયાવહ વિમાન દુર્ઘટના, 133 ના ગયા હતા જીવ!
ઓછી દ્રષ્ટિમાનતામાં પાઇલટે ILS વગર વિઝ્યુઅલ લેન્ડિંગનો પ્રયાસ કર્યો, અને વિમાન વીજળીના થાંભલા...

સિસ્ટમની બેદરકારીની દર્દનાક ગાથા!

સિસ્ટમની બેદરકારીની દર્દનાક ગાથા!
ઈતિહાસમાં 19 ઓક્ટોબર, 1988 નો દિવસ અમદાવાદ માટે એક કાળો દિવસ બનીને નોંધાયેલો છે. સવારના શાંતિપૂર્ણ વાતાવરણને ભેદીને એક ગોઝારી ઘટના બની, જ્યારે મુંબઈથી અમદાવાદ આવી રહેલી ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ 113 શહેર નજીકના છાણિયાર ગામ પાસે ધડાકાભેર જમીન સાથે અથડાઈ. આ ભયાવહ દુર્ઘટનામાં 135 મુસાફરો અને ક્રૂ પૈકી 133 લોકોએ કરુણ મોત ભોગવ્યા, જ્યારે માત્ર બે વ્યક્તિઓ જ જીવતા બચી શક્યા.
બોઇંગ 737-200 મોડેલનું આ વિમાન સવારે લગભગ 6:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટના રનવે 23 પર લેન્ડિંગ માટે આવી રહ્યું હતું. તે સમયે દ્રષ્ટિમાનતા અત્યંત ઓછી, માત્ર 200 મીટર જેટલી જ હતી. આટલી ઓછી વિઝિબિલિટી હોવા છતાં, પાઇલટે ઇન્સ્ટ્રૂમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) નો ઉપયોગ કર્યા વિના વિઝ્યુઅલ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો, જે તેની ઘોર બેદરકારી દર્શાવે છે.
દુર્ઘટના બાદ થયેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી. પાઇલટે મિનિમમ ડિસેન્ટ એલ્ટિટ્યુડ (MDA) ની અવગણના કરી અને વિમાનને નિર્ધારિત પાથથી નીચે ઉતાર્યું. જેના પરિણામે, વિમાન સૌપ્રથમ વીજળીના ખંભા સાથે અથડાયું અને ત્યારબાદ ઝાડ સાથે ટકરાયું. આ વિનાશકારી અથડામણોને કારણે વિમાન જમીન પર બેફામ ઝડપે પટકાયું અને ક્ષણભરમાં આગના ગોળામાં ફેરવાઈ ગયું.
આ દુર્ઘટના માત્ર પાઇલટની ભૂલનું પરિણામ નહોતી, પરંતુ વિમાની સલામતી માટે જવાબદાર એવિએશન નિયંત્રણ સંસ્થાઓની વ્યાપક નિષ્ફળતા પણ છતી થઈ. અમદાવાદ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા પણ વિમાનને પૂરતી દ્રષ્ટિ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ન હતું. આ સિસ્ટમની ખામીઓએ 133 નિર્દોષ લોકોનો ભોગ લીધો.
આ પણ વાંચો : Ahmedabad : પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થયું, જુઓ Video
આ દુર્ઘટનાના પગલે સમગ્ર દેશમાં શોકની ગહેરી લાગણી વ્યાપી ગઈ હતી. વિવિધ નાગરિક ઉડ્ડયન વિભાગો, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : મેઘાણીનગર IGP ગ્રાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું, પ્લેનમાં 242 લોકો હતા સવાર
અંતિમ અહેવાલમાં સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું કે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ પાઇલટની ક્ષમતા અને તેના ગેરવ્યાજબી નિર્ણયો હતા, સાથે જ સંસ્થાકીય ખામીઓ અને સલામતી નિયમોનું ઉલ્લંઘન પણ જવાબદાર ઠર્યું. આ ઘટનાએ ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સલામતી સંબંધિત નીતિ-નિયમોમાં ધરખમ ફેરફારો લાવવાની ફરજ પાડી, જેથી ભવિષ્યમાં આવી કરુણાંતિકા ટાળી શકાય. જોકે, 1988ની આ દુર્ઘટનાનો કડવો અનુભવ આજે પણ સલામતીના પાઠ ભણાવે છે.
આ પણ વાંચો : Ahmedabad માં રથયાત્રાની અભૂતપૂર્વ સુરક્ષા, 20 હજાર જવાનો, AI અને ટેકનોલોજીનો સંગમ!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.