Ahmedabad Plane Crash : બ્લેક બોક્સ મળ્યું, ટેકનિકલ ખામીની આશંકા...!
DGCA ની ટીમે દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ 787-8ની ટેઇલમાંથી તેને શોધી કાઢ્યું...

બ્લેક બોક્સ કહેશે પ્લેન ક્રેશની સંપૂર્ણ કહાણી!

બ્લેક બોક્સ કહેશે પ્લેન ક્રેશની સંપૂર્ણ કહાણી!
અમદાવાદ (Ahmedabad)માં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટના (Plane Crash)ના કારણો શોધવા માટે તપાસ તેજ બની છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની ટીમે દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ 787-8 પ્લેનની ટેઇલમાંથી બ્લેક બોક્સ શોધી કાઢ્યું છે. આ બ્લેક બોક્સ એરક્રાફ્ટ ઇન્વેસ્ટીગેશન ટીમને સોંપવામાં આવ્યું છે અને તે દુર્ઘટના (Plane Crash)ના રહસ્યો પરથી પડદો ઉંચકવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આ ઘટના અંગે એર ઇન્ડિયામાં 30 વર્ષ સુધી પાયલોટ તરીકે સેવા આપનાર કેપ્ટન નરેશ બેરીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમના મતે, "ટેકઓફ કરતી વખતે પ્લેનના ગીયર ઉભા કરાયા ન હતા તેવું પ્રાથમિક દૃષ્ટિએ જોવા મળ્યું છે." કેપ્ટન બેરીએ અનુમાન લગાવ્યું કે, "જહાજની સ્પીડ 320 કિમી પ્રતિ કલાક જેટલી હશે અને બંને એન્જિન બંધ થઈ ગયા હોય તેમ લાગે છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "આ સંપૂર્ણપણે ટેક્નિકલ ઇસ્યુ હશે તેથી આવું બન્યું હોઈ શકે છે." કેપ્ટન બેરીએ ખુલાસો કર્યો કે, "આ પ્લેનના પાયલોટ કેપ્ટન સભરવાલ ભૂતકાળમાં મારા કો-પાયલોટ હતા." તેઓ માને છે કે, "બંને એન્જિનનું પાવર લોસ થયું હશે તેવું મને લાગે છે."
આ પણ વાંચો : Ahmedabad : કિસ્મતનો ખેલ, વિજય રૂપાણીની ફ્લાઇટની તારીખ બે વાર બદલાઈ, અને અંતે...
બ્લેક બોક્સ મળ્યા બાદ અને કેપ્ટન બેરી જેવા અનુભવી પાયલોટના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, આ દુર્ઘટના (Plane Crash) પાછળ ટેક્નિકલ ખામી અને પાવર લોસ જેવા કારણો મુખ્ય હોઈ શકે છે. જો ગીયર ટેકઓફ સમયે ઉભા ન થયા હોય અને એન્જિન બંધ થઈ ગયા હોય, તો તે પ્લેન માટે અત્યંત જોખમી સ્થિતિ બની શકે છે. હવે બ્લેક બોક્સના ડેટા એનાલિસિસ બાદ જ દુર્ઘટના (Plane Crash)નું ચોક્કસ કારણ બહાર આવશે.
આ પણ વાંચો : Ahmedabad માં ભયાવહ વિમાન દુર્ઘટના, Maharashtra NCP નેતાના ભાભીનું પણ થયું મૃત્યુ...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.