ગુજરાતમાં ATSનું મેગા ઓપરેશન
જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીઓની ધરપકડ,આતંકી નેટવર્કની તપાસ તેજ

AI જનરેટેડ

AI જનરેટેડ
Gujarat ATS : ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા આતંકી નેટવર્ક સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન વધુ પાંચ શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લઈને સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.અગાઉ ઝડપાયેલા શંકાસ્પદ આતંકી તત્વોની પૂછપરછ અને તેમના સંપર્કોના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પાંચેયને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને હવે વિવિધ એજન્સીઓ તેમની ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે કેટલાક અન્ય લોકો પણ આતંકી કાવતરાને અંજામ આપવા માટે સક્રિય પ્રયાસોમાં જોડાયેલા હોઈ શકે છે.આ માહિતીના આધારે ગુજરાત ATSએ બે દિવસ અગાઉ પાંચ જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડઅપ કર્યા હતા.પ્રાથમિક તપાસમાં તેમની પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંભવિત કડીઓની દિશામાં તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતની સુરક્ષામાં વધારો
તપાસ દરમિયાન ATS દ્વારા મોટી માત્રામાં સાહિત્ય, ડિજિટલ ઉપકરણો અને અન્ય શંકાસ્પદ સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. આ જપ્તી બાદ ATS ની ટીમે આ સમગ્ર નેટવર્કનો મૂળ સુધી જઈને તપાસ શરૂ કરી છે.ગુજરાત ATS ની આ સફળ કામગીરીને કારણે એક મોટું જોખમ ટળી ગયું છે. આ આતંકીઓ ગુજરાતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા, પરંતુ રાજ્ય પોલીસ અને ATS ની સમયસૂચકતાને કારણે તેઓ એજન્સીઓની ઝપટમાં આવી ગયા.
વિસ્ફોટક બનાવવાની તૈયારીની શંકા
તપાસ સાથે સંકળાયેલા સૂત્રો મુજબ, ઝડપાયેલા શંકાસ્પદો બેટરીની મદદથી ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) તૈયાર કરવાની ફિરાકમાં હતા તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન એવી માહિતી પણ મળી છે કે આ માટે કેટલીક બેટરીઓ ખરીદવામાં આવી હતી. જોકે, આ દાવાઓ અંગે હજુ સુધી ATS દ્વારા સત્તાવાર વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી અને તપાસ ચાલુ છે.તપાસ એજન્સીઓ હવે ખરીદવામાં આવેલી સામગ્રી, ડિજિટલ ડિવાઇસ, સંપર્કો અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી રહી છે, જેથી કોઈ મોટા આતંકી ષડયંત્રના સંકેતો હોય તો તેનો પર્દાફાશ થઈ શકે.
અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓની પૂછપરછમાં થયો ખુલાસો
આ કેસમાં ગુજરાત ATSએ અગાઉ જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ કરી હતી.આ આતંકીઓની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય સભ્યોના નામ સામે આવ્યા હતા.કસ્ટડીમાં રહેલા આતંકીઓએ ઓગળેલી વિગતોના આધારે ATSએ આ ઓપરેશન હાથ ધર્યું હતું અને નેટવર્કનો વ્યાપ વધે તે પહેલાં જ વધુ 5 આતંકીઓને દબોચી લીધા છે.ગુજરાતને આતંકી પ્રવૃત્તિઓથી ધમરોળવાના આ મનસૂબાનો પર્દાફાશ કરવા માટે પોલીસ તંત્ર સતર્ક છે. આ કેસની કડીઓ મેળવવા માટે ATS દ્વારા અગાઉ અનેક શકમંદ વ્યક્તિઓની અટકાયત કરીને લાંબી પૂછપરછ કરવામાં આવી હતી અને તેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ પુરાવાઓ અને મજબૂત કડીઓના આધારે આખરે આ પાંચેય સક્રિય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.
અત્યાર સુધી કુલ 13 શંકાસ્પદોની ધરપકડ કરી
સૂત્રો અનુસાર, આ કાર્યવાહી બાદ અત્યાર સુધી આતંકવાદ સંબંધિત તપાસમાં કુલ 13 શંકાસ્પદ વ્યક્તિઓ ATSના રડારમાં આવી ચૂકી છે. તપાસનો મુખ્ય ફોકસ એ જાણવા પર છે કે તેમના કથિત મનસૂબા શું હતા, તેઓ ગુજરાતમાં કયા સ્થળોને નિશાન બનાવવાની યોજના ધરાવતા હતા, તેમના હેન્ડલર્સ કોણ હતા અને તેઓ કોના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા હતા.તપાસમાં ડિજિટલ પુરાવા, મોબાઇલ ડેટા, સોશિયલ મીડિયા એક્ટિવિટી અને આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સંપર્કોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
ગુજરાત ATSની કડક કાર્યવાહી
ગુજરાત સરકારે હંમેશા રાજ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે, અને ATS ની આ કાર્યવાહી તે સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવે છે. હાલમાં આ પાંચેય આરોપીઓની વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ કરવામાં આવી રહી છે.આ ઓપરેશનથી અન્ય આતંકી મોડ્યુલ અને તેમના સ્થાનિક મદદગારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાત એટીએસની આ ટીમે સાબિત કરી દીધું છે કે દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનાર કોઈપણ વ્યક્તિ રાજ્યના કાયદાના લાંબા હાથથી બચી શકશે નહીં.
3 જુલાઈએ 8 લોકો ઝડપાયા હતા
3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીની ધરપકડ કરી હતી. આ શખ્સો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી એટીએસને મળતા અલગ-અલગ 5 ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ATS ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 શખસની ધરપકડ કરી હતી.
પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાનો આરોપ
પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાનો આરોપ ATSના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરના સંપર્કમાં હતા અને તેમના સૂચનો પ્રમાણે કામ કરી રહ્યા હતા. હવે વધુ 5 લોકોની ધરપકડ બાદ સમગ્ર નેટવર્ક અને અન્ય સંભવિત જોડાણોની તપાસ વધુ તેજ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.