કચ્છમાં ભૂકંપના શોક બાદ આફ્ટરશોકસ ચાલુ
કચ્છના રાપરમાં વહેલી સવારે ભૂકંપનો જોરદાર આંચકો, આંચકા બાદ આફ્ટરશોકસની વણઝાર

ભૂકંપના શોક બાદ આફ્ટરશોકસ

ભૂકંપના શોક બાદ આફ્ટરશોકસ
કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી છે. વાગડ વિસ્તારના રાપર પંથકમાં આજે વહેલી સવારથી જ ભૂકંપના આંચકાનો સિલસિલો શરૂ થતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. વહેલી સવારે નોંધાયેલા 4.6ની તીવ્રતાના શક્તિશાળી આંચકા બાદ બપોર સુધીમાં વધુ બે આફ્ટરશોક નોંધાતા સમગ્ર કચ્છમાં ચર્ચા જાગી છે.
વહેલી સવારે મોટો આંચકો, લોકો રસ્તા પર ઉતરી આવ્યા ભૂકંપ વિજ્ઞાન સંશોધન કેન્દ્ર (ISR) ના જણાવ્યા મુજબ, આજે વહેલી સવારે 4:30 વાગ્યે 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ રાપર નજીકના રવ ગામથી 14 કિમી દૂર પશ્ચિમ દિશામાં નોંધાયું હતું. આ આંચકો એટલો તીવ્ર હતો કે લોકો ગાઢ નિદ્રામાંથી જાગી ગયા હતા અને ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. આ આંચકો નોર્થ વાગડ ફોલ્ટ લાઇન પર નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
આફ્ટરશોકનો સિલસિલો યથાવત
પ્રથમ મોટા આંચકા બાદ સવારે 9:00 વાગ્યે ફરી એકવાર 2.5ની તીવ્રતાનો આફ્ટરશોક અનુભવાયો હતો. જ્યારે ત્રીજો આંચકો બપોરે 11:19 મિનિટે નોંધાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિમી દૂર નોંધાયું હતું.
નિષ્ણાતોના મતે, કચ્છમાં કુલ 10 જેટલી સક્રિય ફોલ્ટ લાઇન આવેલી છે, જેના કારણે સમયાંતરે આ પ્રકારની ધરતીમાં હલચલ જોવા મળે છે. લાંબા સમય બાદ નોર્થ વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થતા તંત્ર પણ એલર્ટ મોડ પર છે.
તંત્રએ અપીલ કરી છે કે સાવધ રહો, ગભરાશો નહીં જિલ્લા વહીવટી તંત્ર અને ભૂકંપ કેન્દ્રના અધિકારીઓએ લોકોને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરી છે.
કચ્છ એ સિસ્મિક ઝોન-5માં આવતો હોવાથી અહીં નાના-મોટા આંચકા આવવા સ્વાભાવિક છે. જોકે, હજુ પણ નાના આફ્ટરશોક આવવાની શક્યતા નકારી શકાતી નથી, તેથી નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.