બોટાદના રાણપુરમાં ટ્રક-ઈકો વચ્ચે અકસ્માત: 3 ના મોત
મધ્યપ્રદેશના શ્રમિકોની કારને ટ્રકે મારી ટક્કર, 3 ના કરૂણ મોત અને 4 લોકો ગંભીર રીતે ઈજા

રાણપુર ગમખ્વાર અકસ્માત

રાણપુર ગમખ્વાર અકસ્માત
બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાણપુરની કિનારા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અને ઈકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા છે.
રોજગારીની શોધમાં આવતા શ્રમિકોનો કાળ ભેટ્યો :
પ્રાપ્ત વિગતો અનુસાર, ઈકો કારમાં સવાર તમામ લોકો મૂળ મધ્ય પ્રદેશના વતની હતા. તેઓ ખેતીકામ અને મજૂરી અર્થે ગુજરાત આવી રહ્યા હતા. રાણપુર તાલુકાના એક ગામમાં પહોંચે તે પહેલા જ કાળમુખી ટ્રકે તેમની ગાડીને અડફેટે લીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્થાનિકો અને રાહદારીઓએ ભારે જહેમત બાદ કારના પતરા ચીરીને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.
પોલીસ અને તંત્રની ત્વરિત કામગીરી :
ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને રાણપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મૃતકોના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.