અધધ..₹87 લાખનું વીજ બીલ જોઈ શ્રમજીવીના હોશ ઉડી ગયા
ભરૂચની નવીનગરી ઝુંપડપટ્ટીમાં DGVCL એ ગ્રાહકને 87 લાખના વીજ બીલનો કરંટ આપ્યો

સ્માર્ટ મીટરના વિવાદ વચ્ચે વીજ બીલ જોઈ કાચા મકાનમાં રહેતાં શ્રમજીવીની તબિયત લથડી

સ્માર્ટ મીટરના વિવાદ વચ્ચે વીજ બીલ જોઈ કાચા મકાનમાં રહેતાં શ્રમજીવીની તબિયત લથડી
ગુજરાતમાં હાલ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. સ્માર્ટ મીટર લગાવવા સામે ગ્રાહકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ભરૂચના કુકરવાડા રોડ ઉપર નવીનગરી ઝુંપડપટ્ટીમાં રહેતાં શ્રમજીવીને રૂપિયા 87 લાખથી વધુનું વીજ બીલ આપતાં હોશ ઉડી ગયા છે. ખાનગી કંપનીમાં સફાઈ કામદાર તરીકે કામ કરતાં બુધાભાઈ વસાવાને મસમોટું બીલ આવતાં DGVCLની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં DGVCL દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી ચાલી રહી છે. અનેક સોસાયટીઓના રહીશોએ સ્માર્ટ મીટરો લગાવવા સામે વિરોધ કર્યો છે. DGVCL ના કર્મચારીઓ સ્માર્ટ મીટર બળજબરીથી લગાવી રહ્યા હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. સ્માર્ટ મીટર સામે વિરોધ કરી રહેલાં નાગરિકોને ફરિયાદો સાંભળવા માટે કોઇ અધિકારી તૈયાર નથી.
ભરૂચની એક સોસાયટીમા સ્માર્ટ મીટર લગાવા પહોંચેલા કર્મચારીઓ સામે સ્થાનિકોએ વિરોધ શરૂ કરતાં કર્મચારીઓને સોસાયટીમાંથી બહાર જવાની ફરજ પડી હતી. સ્માર્ટ મીટર સામે નાગરિકોમાં વિરોધનું વાતાવરણ છે. સ્માર્ટ મીટરના વિવાદ વચ્ચે ભરૂચના કુકરવાડા રોડ ઉપર નવીનગરી ઝુંપડપટ્ટી વિસ્તારના શ્રમજીવીને મસમોટું વીજ બીલ આપ્યાની ચોંકાવનારી ઘટના બની છે.
નવીનગરીમાં રહેતા બુધાભાઈ વસાવાને DGVCLએ રૂપિયા 87,98,613 રૂપિયાનું વીજબીલ આપ્યું છે. ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતાં બુધાભાઈ કાચા મકાનમાં રહે છે. તેઓ એક પંખો અને બલ્બનો ઉપયોગ કરી રહ્યા છે. તેમ છતાં રૂપિયા 87 લાખથી વધુનું વીજબીલ આપતાં DGVCLના અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. બુધાભાઈ માસિક રૂપિયા 12 હજાર કમાય છે. તેમને 87 લાખ રૂપિયાનું વીજ બીલ પહોંચતાં પરસેવો છૂટી ગયો છે.
જો કે, લાઈટ બીલ આવ્યા બાદ બુધાભાઈએ DGVCL ના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. અધિકારીઓએ ચેકીંગ કર્યા બાદ ટેક્નિકલ ભૂલ ગણાવી બીલ સુધારી આપ્યું છે. ત્યારે વીજ બીલ સુધારી તો દીધું, પણ કોઈ સામાન્ય માણસને આવું બીલ જોતાં જ ગભરાઈ જાય. ભરૂચમાં સ્માર્ટ મીટર વિવાદ વચ્ચે 87 લાખના વીજબીલના કિસ્સો હાલમાં તો આગમાં ઘી ઉમેરવા જેવો બની ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.