લગ્નના ફટાકડાને વિસ્ફોટક બતાવનાર ઠગ ઝડપાયો
વડોદરામાં જેણે ફરિયાદ કરી એ જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, પોલીસે મુસ્તાક અલીનો ભાંડો ફોડ્યો

નકલી વિસ્ફોટક સાથે ઠગ ઝડપાયો

નકલી વિસ્ફોટક સાથે ઠગ ઝડપાયો
વડોદરામાં બે દિવસ પેહલા બનેલી એક ચોંકાવનારી ઘટના સામે વધુ વિગતો સામે આવી છે, રેલ્વે સ્ટેશન પર સંવેદનશીલ પદાર્થ મળતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં વડોદરા શહેર પોલીસ અને રેલવે પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને એક પૂર્વ આર્મીમેનની ધરપકડ કરી છે.
આ વ્યક્તિએ પોતાની રેલવેની કોન્ટ્રાક્ટ બેઝ નોકરી બચાવવા અને ઉચ્ચ અધિકારીઓની નજરમાં 'હીરો' બનવા માટે રેલવે ટ્રેક પર નકલી વિસ્ફોટકો પ્લાન્ટ કર્યા હતા. શરૂઆતમાં આ ઘટનાને પગલે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ હતી.
કોણ છે માસ્ટરમાઇન્ડ?
આ કેસમાં ધરપકડ કરાયેલ આરોપીનું નામ મુસ્તાક અલી સૈયદ છે. મુસ્તાક પૂર્વ આર્મીમેન છે અને હાલમાં રેલવેના ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC) પર કામચલાઉ લાઇનમેન તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યો હતો.
આશ્ચર્યની વાત એ છે કે, જે વ્યક્તિએ પોલીસને રેલવે ટ્રેક પર વિસ્ફોટકો હોવાની બાતમી આપી હતી, તે પોતે જ આ કાવતરાનો સૂત્રધાર નીકળ્યો હતો.
કાવતરા પાછળનો હેતુ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મુસ્તાકનો કોન્ટ્રાક્ટ 2024 થી 2026 સુધીનો જ હતો. તેને ડર હતો કે કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ તેની નોકરી જતી રહેશે. રેલવેના નિયમ મુજબ જો કોઈ કર્મચારી મોટું અકસ્માત અટકાવે કે પ્રશંસનીય કામગીરી કરે, તો તેને કાયમી નોકરી અથવા કોન્ટ્રાક્ટ એક્સટેન્શન મળે છે. આ લાલચમાં મુસ્તાકે પોતે જ ખતરો ઉભો કરીને તેને 'શોધવાનો' ડોળ કર્યો હતો.
લગ્નના ફટાકડાને બનાવ્યા 'વિસ્ફોટકો'
મુસ્તાકે રેલવે ટ્રેક પર જે વિસ્ફોટકો મૂક્યા હતા તે હકીકતમાં 'કોલ્ડ પાયરો' (Cold Pyro) હતા, જે સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં ઇલેક્ટ્રિક ફટાકડા તરીકે વપરાય છે. તેણે એક લગ્ન સમારોહમાંથી આ સામગ્રી મેળવી હતી અને તેને ટ્રેક પર પ્લાન્ટ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી કે તેણે વિસ્ફોટકો શોધી કાઢ્યા છે અને મોટી હોનારત અટકાવી છે.
DCP ઝોન-1 ડો. જગદીશ ચાવડાએ જણાવ્યું કે, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ તપાસ દ્વારા જાણવા મળ્યું કે મુસ્તાક પોતે જ ગુનેગાર છે. જોકે આ પ્રક્રિયામાં જાનમાલનું કોઈ નુકસાન થયું નથી, પરંતુ રેલવે ટ્રેક જેવી સંવેદનશીલ જગ્યાએ આવી હરકત કરવી તે ગંભીર ગુનો છે.
પોલીસે જીવન જોખમમાં મૂકવા અને મિલકતને નુકસાન પહોંચાડવાના પ્રયાસ હેઠળ ગુનો નોંધી મુસ્તાકની ધરપકડ કરી છે.
શું હતી સમગ્ર ઘટના અને પોલીસ તંત્ર કેવી રીતે દોડતું થયું હતું તે અહી વાંચો..
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.