નારોલમાં હેલ્મેટની આડમાં 64 લાખનો દારૂ ઝડપ્યો
હેલ્મેટના બોક્સ નીચે છુપાવેલો 64 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, 84.25 લાખનો મુદ્દમાલ જપ્ત

હેલ્મેટની આડમાં દારૂ ઝડપ્યો

હેલ્મેટની આડમાં દારૂ ઝડપ્યો
અમદાવાદ શહેર PCB એ એક ચોક્કસ બાતમીના આધારે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ. પી. રિંગ રોડ પર મોટી કાર્યવાહી કરી છે. અસલાલી સર્કલ નજીક સાઈનાથ પાર્કિંગ પાસે તપાસ દરમિયાન હિમાચલ પ્રદેશ પાસિંગની એક ટ્રક ઝડપાઈ હતી. આ મુજબ, બુટલેગરોએ પોલીસને છેતરવા માટે ટ્રકમાં ઉપરના ભાગે હેલ્મેટના બોક્સ ગોઠવ્યા હતા, પરંતુ જ્યારે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરી ત્યારે હેલ્મેટની નીચે વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ટ્રક ચાલક જોની બળદેવસિંહ ચંદેલની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે.
ચંદીગઢથી જૂનાગઢ જતો હતો 64 લાખનો દારુ
અહીં જાણવા મળ્યું છે કે, દારૂનો આ જથ્થો ચંદીગઢથી લોડ કરવામાં આવ્યો હતો અને જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા પહેલા બુટલેગરોને પહોંચાડવાનો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 10,749 બોટલો મળી આવી છે, જેની બજાર કિંમત આશરે 63,86,608 થાય છે.
84.25 લાખનો મુદ્દામાલ જપ્ત
આ ઉપરાંત 5.25 લાખની કિંમતના 1,053 નંગ હેલ્મેટ અને 15 લાખની કિંમતનો ટ્રક મળી કુલ 84,25,185 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હિમાચલના દીલેરામ શેરસીંગ નામના વ્યક્તિએ આ જથ્થો મોકલ્યો હતો અને જૂનાગઢના કોઈ મોટા બુટલેગરે આ માલ મંગાવ્યો હતો, જેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.