વૃદ્ધે બાળકી સાથે કર્યા અડપલા, વીડિયો વાયરલ
જાગૃત નાગરિકની સજાગતાએ ભાંડો ફોડ્યો: રાજકોટમાં પોક્સો હેઠળ વૃદ્ધ સામે કાર્યવાહી

વૃદ્ધે બાળકી સાથે કર્યા અડપલા કર્યા

વૃદ્ધે બાળકી સાથે કર્યા અડપલા કર્યા
રંગીલા રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર મવડી ચોકડી જેવા ધમધમતા વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. 82 વર્ષના એક વૃદ્ધે પૌત્રીની ઉંમરની માસૂમ બાળકી સાથે જાહેરમાં અડપલા કરી હેવાનિયત આચરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં જ નરાધમ વૃદ્ધની ધરપકડ કરી લીધી છે.
સજાગ નાગરિકે ભાંડો ફોડ્યો
મવડી વિસ્તારમાં રહેતો 82 વર્ષીય વિરમ બરારીયા (ભગો) રસ્તા પર પોતાના પૌત્રને રમાડી રહ્યો હતો. તે સમયે ત્યાં ઉભેલી એક અન્ય માસૂમ બાળકી સાથે તેણે શારીરિક અડપલા શરૂ કર્યા હતા. દૂરથી જોતા લોકોને એવું લાગતું હતું કે દાદા બાળકોને રમાડી રહ્યા છે, પરંતુ પસાર થતા એક જાગૃત નાગરિકને કંઈક અજુગતું લાગ્યું હતું. તેણે મોબાઈલમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, જેમાં સ્પષ્ટ દેખાયું કે વૃદ્ધ સતત 1થી 2 મિનિટ સુધી બાળકીના ગુપ્ત ભાગે હાથ ફેરવી રહ્યો હતો. આ વીડિયો વાયરલ થતા જ માલવિયા નગર પોલીસ એક્શનમાં આવી હતી.
પોક્સો હેઠળ ગુનો દાખલ
વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી વિરમ બરારીયાની ઓળખ કરી તેને દબોચી લીધો હતો. ભોગ બનનાર બાળકીના માતા-પિતાએ પણ આ મામલે હિંમત દાખવી ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. 82 વર્ષની ઉંમરે આવી હીન માનસિકતા ધરાવતા વૃદ્ધને લઈને સમગ્ર રાજકોટમાં ફિટકારની લાગણી વરસી રહી છે.
રાજકોટ પોલીસ આ મામલે અત્યંત સતર્ક બની છે. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, બાળકીઓની સુરક્ષા સાથે ચેડા કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. આ ઘટના એ પણ શીખવે છે કે જાહેર સ્થળોએ પણ બાળકો પર નજર રાખવી કેટલી અનિવાર્ય છે. હાલ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.