ગુજરાતમાં 17 નવા તાલુકાની રચના થશે
ગુજરાત સરકાર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં 17 નવા તાલુકાઓની જાહેરાત કરી
17 નવા તાલુકાની રચના
17 નવા તાલુકાની રચના
ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા
આ નિર્ણય સરકાર દ્વારા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 2025ની શરૂઆતમાં જ રાજ્ય સરકારે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો, જેમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરનો સમાવેશ થાય છે, જેનાથી રાજ્યમાં કુલ મહાનગરપાલિકાની સંખ્યા 17 થઈ ગઈ છે. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 17 જિલ્લા હતા અને સમય જતાં નવા જિલ્લાઓ બન્યા છે.
આ પણ વાંચો: 24 કલાકમાં 145 તાલુકામાં મેઘમહેર
વહીવટી સુધારાઓની પ્રક્રિયાને વેગ મળશે
છેલ્લે 2025માં વાવ-થરાદની નવા જિલ્લા તરીકે રચના થઈ હતી અને તે પહેલાં 2013માં 7 નવા જિલ્લા (અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મહીસાગર અને મોરબી) બનાવવામાં આવ્યા હતા. આ નવા તાલુકાઓની રચના શાસનને લોકોની વધુ નજીક લાવવાનો એક પ્રયાસ છે, જે વહીવટી સુધારાઓની પ્રક્રિયાને વેગ આપશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.