કોસાડ આવાસમાં 'ખૂની ખેલ': પુત્રનું મોત, પિતા ઘાયલ
સુરતના અમરોલી પોલીસ એક્શનમાં: 4 ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ

કોસાડ આવાસમાં 'ખૂની ખેલ'

કોસાડ આવાસમાં 'ખૂની ખેલ'
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં શનિવારે રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની છે. માત્ર બાળકો વચ્ચે થયેલા સામાન્ય વિવાદને થાળે પાડવા ગયેલા પિતા અને પુત્ર પર પડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણમાં 30 વર્ષીય ફરીદ બંબાવાલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેના પિતા હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે.
પાછળથી ચપ્પુ ઝીંકાયા
ઘટનાની વિગત મુજબ, કોસાડ આવાસના H-1 બ્લોકમાં બાળકો વચ્ચે રમત-રમતમાં બોલાચાલી થઈ હતી. પડોશી હોવાના નાતે મામલો શાંત પાડવા માટે મહોમ્મદ ફરીદ બંબાવાલા અને તેમના પિતા પડોશીઓના ઘરે ગયા હતા. જોકે, ત્યાં હાજર ચાર શખ્સો- મૌલાના આઝાદ, સદ્દામ, સિરાજ અને મુસ્તાકીમ - ઉશ્કેરાઈ ગયા હતા. સમજાવટના બદલે આ શખ્સોએ પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. મૃતકના ભાઈના જણાવ્યા અનુસાર, ફરીદ પર પાછળથી ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા હતા.
મૃતક ફરીદ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના મોતથી બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હોસ્પિટલ બહાર પરિવારજનોના હૈયાફાટ રુદને વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું. રોષે ભરાયેલા પરિવારે આરોપીઓને ફાંસી અથવા આજીવન કેદની સજા થાય તેવી ઉગ્ર માંગ કરી છે.
પોલીસ કાર્યવાહી અને તણાવ
ઘટનાને પગલે અમરોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. એક નજીવી બાબતે કેવી રીતે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું તે વિચારીને જ આખું સુરત ધ્રૂજી ઉઠ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.