'હું મોટો બુટલેગર છું' કહી સ્કૂટર સળગાવી દીધું
પરિવારને જીવતા સળગાવવાની ધમકી આપી વિશાલ લાલવાણીએ મચાવ્યો હોબાળો

આરોપીએ સ્કૂટર સળગાવી દીધું

આરોપીએ સ્કૂટર સળગાવી દીધું
વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વારસીયા વિસ્તારમાં એક પ્રેમ પ્રકરણને લઈને યુવતીના ઘેર જઈ તેના ભાઈની બાઈક સળગાવી દીધી.
આરોપીએ પોતાને 'મોટો બુટલેગર' ગણાવી યુવકના પરિવારને જીવતા સળગાવી દેવાની ધમકી આપી રોડ પર પાર્ક કરેલું સ્કૂટર સળગાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
સમગ્ર વિવાદ:
ફરિયાદ મુજબ, વારસીયાની પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા યુવતીનો પ્રેમ સંબંધ હતો. આ મામલે 23 ફેબ્રુઆરીએ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને પોલીસ મધ્યસ્થી બાદ સમાધાન પણ થયું હતું.
જોકે, આ સમાધાન લાંબો સમય ટક્યું નહોતું. 24 ફેબ્રુઆરીએ બપોરે આરોપી વિશાલ લાલવાણી રોહિતના ઘરે પહોંચ્યો હતો અને તેની માતા-બહેન સાથે ગેરવર્તન કરી ધમકી આપી હતી.
આરોપી વિશાલ લાલવાણીએ રોડ પર ઉભેલા રોહિતના TVS NTORQ સ્કૂટર પર જ્વલનશીલ પ્રવાહી રેડી તેને આગ ચાંપી દીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ સ્કૂટર બળીને ખાખ થઈ ગયું હતું.
રોહિતના જણાવ્યા અનુસાર, આરોપીએ ધમકી આપી હતી કે, "હું મોટો બુટલેગર છું, તારા ઘરના બધાને સળગાવી દઈશ, જે થાય તે કરી લેજો."
ઘટના બાદ ભોગ બનનાર રોહિત શર્માએ પાણીગેટ અને વારસીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિશાલ લાલવાણી વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભયનો માહોલ છે અને લોકો પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.