માઉન્ટ આબુમાં તાપમાન -2°C ગગડ્યો
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં પારો ગગડ્યો: ગુરુશિખર પર -5°C

માઉન્ટ આબુમાં ઠંડી

માઉન્ટ આબુમાં ઠંડી
માઉન્ટ આબુ બન્યું બર્ફીલું: તાપમાન માઇનસ 2 ડિગ્રીએ પહોંચ્યું
રાજસ્થાનના કાશ્મીર તરીકે જાણીતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો એકાએક ગગડતા તાપમાન માઇનસ 2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. એક જ દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. માઉન્ટ આબુના સૌથી ઊંચા પહાડ ગણાતા ગુરુશિખર પર તો તાપમાન માઇનસ 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. આ બરફીલા અને મનોરમ વાતાવરણને માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો માઉન્ટ આબુ પહોંચ્યા છે. જોકે, કાતિલ ઠંડીના કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે.
રાજસ્થાનના મેદાની વિસ્તારો પણ પ્રભાવિત :
રાજસ્થાનમાં હવે ઠંડીએ તેના આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. સિરોહી, ચુરુ, શ્રી ગંગાનગર, હનુમાનગઢ સહિત અનેક મેદાની વિસ્તારોમાં સવાર-સાંજ ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું છે. તાપમાનમાં ઝડપી ઘટાડો થતાં લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સવારે મોડે સુધી સૂર્યપ્રકાશ ન આવવાને કારણે ઑફિસે જતા લોકો અને શાળાના બાળકોને અગવડતા પડી રહી છે. રસ્તાઓ પર વાહનો હેડલાઇટ ચાલુ રાખીને ધીમા ચાલી રહ્યા છે. લોકો ઠંડીથી બચવા માટે તાપણાં અને ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે.
વૃક્ષો અને વાહનો પર થીજી ગયું ઝાકળ :
રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ આ દિવસોમાં સૌથી ઠંડું સ્થળ બન્યું છે. છેલ્લા બે દિવસથી અહીં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે જઈ રહ્યું છે. આજે સવારે પણ તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. તીવ્ર ઠંડીના કારણે વૃક્ષો, છોડ, વાહનો અને ઘાસ પર જામેલા ઝાકળના ટીપાં થીજી જતાં બરફ બની ગયા છે. નક્કી તળાવના કિનારે અને કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફની પાતળી ચાદર પથરાયેલી જોવા મળી હતી.
પર્યટકોનો ધસારો, હીટરની માંગ વધી :
માઉન્ટ આબુ પહોંચેલા પર્યટકો આ ધ્રુજાવી દે તેવા ઠંડા છતાં સુંદર દૃશ્યની ભરપૂર મજા માણી રહ્યા છે. માઇનસ તાપમાન અને તેજ ઠંડા પવનો તેમને થરથરાવી રહ્યા છે. આ કારણે હોટલ અને રિસોર્ટમાં રૂમ હીટર અને તાપણાંની માગમાં વધારો થયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ-ચાર દિવસ સુધી માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં જ રહેશે અને મેદાની વિસ્તારોમાં ધુમ્મસ સાથે ઠંડી વધતી રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દક્ષિણ ગુજરાતના કુદરતી સ્થળોની મુલાકાતે જાઓ, પરંતુ પર્યાવરણની જવાબદારી ભૂલશો નહીં

'ઓપરેશન એગ ટ્રાન્સફર' હેઠળ રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું ફલિત ઈંડું કચ્છ લવાયું

ગ્રીન હોળી માટે મહાનગરપાલિકાનો ખાસ પ્લાન: પર્યાવરણ સુરક્ષા તરફ વધુ એક પગલું