સુરતના વેપારીનો વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
90 લાખ સામે 2.5 કરોડ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી; સુસાઈડ નોટ અને વીડિયો બનાવી ફિનાઈલ પીધું

90 લાખ સામે 2.50 કરોડ ચૂકવ્યા

90 લાખ સામે 2.50 કરોડ ચૂકવ્યા
આર્થિક રાજધાની ગણાતા સુરત શહેરમાં વ્યાજખોરોનો આતંક ફરી એકવાર સપાટી પર આવ્યો છે. શહેરના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા અને સલાબતપુરા માર્કેટમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીએ વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. 90 લાખ રૂપિયાની રકમ સામે અંદાજે 2.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવા છતાં, ઉઘરાણીનો અંત ન આવતા આખરે વેપારીએ ગંભીર પગલું ભર્યું હતું.
ઘટનાની વિગત: દરગાહ પાસે પીધું ફિનાઈલભોગ બનનાર વેપારી છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં હતા. વ્યાજખોર જુનેદ દ્વારા સતત કરવામાં આવતી પઠાણી ઉઘરાણી અને ધમકીઓથી કંટાળીને, ગઇકાલે તેમણે સલાબતપુરા દરગાહ પાસે જઈને ફિનાઈલ પી લીધું હતું. સદનસીબે, તેમના એક મિત્રને આ બાબતની સમયસર જાણ થઈ જતાં તેમને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણ પાનાની સુસાઈડ નોટ અને વિસ્ફોટક વીડિયોઆત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા વેપારીએ પોતાની વ્યથા ઠાલવતો એક વીડિયો બનાવ્યો હતો અને ત્રણ પાનાની લાંબી સુસાઈડ નોટ પણ લખી હતી. આ પત્રમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, "મારી આ હાલત માટે ફક્ત ને ફક્ત જુનેદ જવાબદાર છે." વેપારીએ પત્રમાં લખ્યું કે તેમણે માત્ર ગેરંટી લીધી હતી, પરંતુ અસલમ સબ્બીર નામના શખ્સે પૈસા ન ચૂકવતા, તમામ દબાણ તેમના પર આવી ગયું હતું.
સુસાઈડ નોટના અંશો:
પરિવારે મિલકતો વેચી છતાં ઉઘરાણી ચાલુ રહી"મિત્રો મને માફ કરી દેજો, મારી પાસે હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી. હું બહુ જ કંટાળી ગયો છું. જુનેદભાઈનું પૈસા માટેનું બહુ જ પ્રેશર છે. મારી પાસે એક રૂપિયો પણ નથી તો હું પૈસા ક્યાંથી આપીશ? મેં તો ખાલી ગેરંટી જ લીધી હતી. મારા જે પણ મિત્રો મારી પાસે પૈસા માંગે છે તે મને માફ કરી દેજો અને મારી ફેમિલીને હેરાન ના કરતા."
ભોગ બનનાર વેપારીના પુત્રએ રડમસ અવાજે જણાવ્યું કે, વ્યાજખોર જુનેદનો ત્રાસ એટલો વધી ગયો હતો કે પરિવારે પોતાની ઘરવખરી અને મિલકતો વેચીને પણ તેને પૈસા ચૂકવ્યા હતા. 90 લાખની મૂડી સામે અઢી કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા હોવા છતાં જુનેદ વધુ પૈસાની માંગણી કરતો હતો અને પરિવારને માનસિક રીતે તોડી પાડતો હતો. આ સતત ચાલતા માનસિક ત્રાસને કારણે વેપારીની હિંમત તૂટી ગઈ હતી.
પોલીસ તપાસ અને કાયદાકીય કાર્યવાહીસલાબતપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેપારીએ બનાવેલો વીડિયો અને સુસાઈડ નોટ અત્યારે પોલીસ માટે સૌથી મોટા પુરાવા છે. સુરતમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા અવારનવાર ડ્રાઈવ ચલાવવામાં આવે છે, તેમ છતાં આવા કિસ્સાઓ અટકવાનું નામ નથી લેતા. કાપડ બજારના વેપારીઓમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ હવે જુનેદ અને આ કેસ સાથે સંકળાયેલા અન્ય શખ્સોની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે વ્યાજખોરોનું આ દૂષણ હજુ પણ મધ્યમવર્ગીય પરિવારોને પાયમાલ કરી રહ્યું છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો