લગ્નની જીદમાં બનેવીએ સાળા-સાળીની કરી હત્યા
સુરતમાં બનેવીએ સાળી સાથે લગ્ન કરવાના ઈરાદે સાળા અને સાળીની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી

બનેવીએ સાળા-સાળીની કરી હત્યા

બનેવીએ સાળા-સાળીની કરી હત્યા
સુરતના ઉધના વિસ્તારના પટેલનગરમાં મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ પોતાની સાળી સાથે લગ્ન કરવાની જીદમાં પોતાના સાળા અને સાળીની ચપ્પુના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી 30 વર્ષીય નિશ્ચય અશોક કશ્યપ, તેની 25 વર્ષીય બહેન મમતા કશ્યપ અને માતા શકુંતલાબેન સાથે ડિસેમ્બરમાં થનારા નિશ્ચયના લગ્નની ખરીદી માટે સુરત આવ્યા હતા. પરંતુ, તેમના સુરત આવવાના થોડા જ દિવસોમાં, 34 વર્ષીય બનેવી સંદીપ ગૌરના માથે હવસ અને લગ્નની ઘેલછા સવાર થઈ. મોડી રાત્રે તેણે નિર્લજ્જ બનીને તેની સાળી મમતા કશ્યપ સાથે લગ્ન કરવાની માગણી કરી અને તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: પુત્રને ઝેર આપનાર માતા-પ્રેમીને જન્મટીપ
નિશ્ચય અને મમતા બન્નેનું મોત
સંદીપ ગૌર દ્વારા કરવામાં આવેલી આ હરકતને લઈને ઘરમાં જોરદાર ઝઘડો થયો હતો. જ્યારે સાળા નિશ્ચયે બનેવી સંદીપને ઠપકો આપવાનો પ્રયાસ કર્યો, ત્યારે સંદીપ જાણે હેવાન બની ગયો. તેણે રસોડાનું ચપ્પુ કાઢીને નિશ્ચયના પેટના ભાગે ઉપરા-ઊપરી ઘા ઝીંકી દીધા. ભાઈને બચાવવા માટે નાની બહેન મમતા વચ્ચે પડતાં, સંદીપે તેને પણ ચપ્પુના ઘા મારી દીધા હતા. ગંભીર ઈજાઓને કારણે નિશ્ચય અને મમતા બન્નેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ મોત થઈ ગયું. આ બનાવમાં વચ્ચે પડેલા સાસુ શકુંતલાબેનને પણ ઈજાઓ પહોંચી હતી, જેમની હાલ હોસ્પિટલમાં સારવાર શરૂ છે.
આ પણ વાંચો: 9 પાનાની સુસાઇડ નોટમાં મોટા અધિકારીનું નામ
લગ્નની ખુશીઓ વચ્ચે માતમ
આ ડબલ મર્ડરની જાણ થતાં જ ઇન્સપેક્ટર એસ. એન. દેસાઈ, DCP કાનન દેસાઈ અને સ્પેશિયલ પોલીસ કમિશનર વાબાંગ જમીર સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં જ ફરાર આરોપી સંદીપ ગૌરને રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો. લગ્નની ખુશીઓ વચ્ચે ઘરમાં છવાયેલા મોતનાં માતમથી આઘાત અને ચિંતાનો માહોલ ફેલાયો છે. પોલીસે સંદીપ ગૌર વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!