અમદાવાદ: પુત્રને ઝેર આપનાર માતા-પ્રેમીને જન્મટીપ
ત્રણ વર્ષના માસૂમને ઝેર આપી હત્યા,માતા-પ્રેમીના કૃત્ય પર કોર્ટે ફટકારી આજીવન કેદની સજા.

પુત્રને ઝેર આપનાર માતા-પ્રેમીને જન્મટીપ

પુત્રને ઝેર આપનાર માતા-પ્રેમીને જન્મટીપ
અમદાવાદની સેશન્સ કોર્ટે એક ચોંકાવનારા અને હૃદયદ્રાવક કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ હેમાંગ આર. રાવલે પોતાના ત્રણ વર્ષના માસૂમ પુત્રની હત્યા કરનાર માતા જ્યોતિબેન ઉર્ફે સંધ્યા પરમાર અને તેના પ્રેમી ભૂપેન્દ્ર ઉર્ફે ભરત પરમારને આજીવન કેદ (જન્મટીપ)ની આકરી સજા ફટકારી છે. આ નિર્ણય સમાજમાં દાખલો બેસાડનારો ગણાય છે.
નરોડા વિસ્તારમાં શ્રીજી ટોલનાકા પાસે રહેતા અજય પરમારના લગ્ન જ્યોતિ સાથે થયા હતા અને તેમનો ત્રણ વર્ષનો પુત્ર યુવી હતો. જ્યોતિનો પાલનપુરના ભૂપેન્દ્ર ઉર્ફે ભરત સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. વર્ષ 2021માં જ્યોતિ યુવીને તાવના બહાને સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહીને નાગેશ્વર ગેસ્ટહાઉસમાં ભરત સાથે રોકાઈ હતી. ત્યાં, તેમણે આડા સંબંધમાં નડતર યુવીને હટાવવાના ઇરાદે, દૂધ અને બિસ્કિટમાં ક્લોરપાયરીફોર્સ નામનું ઓર્ગેનોફોસ્ફરસ ઝેર ભેળવીને પીવડાવ્યું, જેનાથી યુવી બેભાન થઈ ગયો અને તેનું કરૂણ મૃત્યુ થયું.
શરૂઆતમાં આ ઘટના કુદરતી મૃત્યુ લાગી, પરંતુ પરિવારની શંકા પર જ્યોતિએ કબૂલાત કરી. યુવીની લાશને વાગદા ગામે દફનાવી દેવાઈ હતી. પોલીસે લાશ બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરાવ્યું, જેમાં FSL રિપોર્ટે ચોંકાવનારો ખુલાસો કર્યો કે યુવીના લોહીમાં ક્લોરપાયરીફોર્સ ઝેર હતું, જે ઉધઈ મારવાની દવામાં વપરાય છે. તબીબોએ આ ઝેરને મોતનું કારણ ગણાવ્યું.
સરકારપક્ષે અધિક સરકારી વકીલ ભાવેશ એસ. પટેલે 18 સાક્ષીઓ અને 28 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણાવ્યો અને ફાંસીની માંગ કરી. કોર્ટે 94 પાનાના ચુકાદામાં આરોપીઓના જઘન્ય કૃત્યની ટીકા કરી અને જ્યોતિ તથા ભરતને જન્મટીપની સજા સંભળાવી. આ ચુકાદો નિર્દોષ બાળકોના રક્ષણ અને સમાજમાં ન્યાયની સ્થાપના માટે મહત્ત્વનો ગણાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!