બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ, દુકાનદારની ધરપકડ
દુકાનદારે 6 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે તાત્કાલિક ધરપક કરી

બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ

બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ
સુરતના મહિધરપુરા વિસ્તારમાં એક દુકાનદારે 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, મહિધરપુરા વિસ્તારમાં સિલાઈ કામની દુકાન ચલાવતા 34 વર્ષીય સલમાન અલી નામના વ્યક્તિએ આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું.
બાળકી સાથેદુષ્કર્મનો પ્રયાસ
આરોપીએ નજીકમાં રહેતી 6 વર્ષની બાળકીને ચોકલેટ અને બિસ્કિટ આપવાની લાલચ આપી હતી. બાળકી તેની લાલચમાં આવી જતાં, નરાધમ સલમાન અલી તેને તેની દુકાનની બાજુમાં આવેલા એક ગોડાઉનમાં લઈ ગયો હતો, જ્યાં તેણે માસૂમ બાળકી સાથેદુષ્કર્મનો પ્રયાસ કરતાં બાળકીએ બૂમાબૂમ કરી હતી.
આ પણ વાંચો: વિદ્યાર્થિની પર ક્લાસમેટે કર્યું દુષ્કર્મ
POCSO હેઠળ કાર્યવાહી
માતા પિતાએ મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી પોતે પરણિત છે અને તેને પણ 5 વર્ષની એક દીકરી છે. પોલીસે POCSO એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!