Rajkot માં ભ્રષ્ટાચારનો વધુ એક પર્દાફાશ, નિવૃત્ત શિક્ષક પાસેથી રૂ. 2 લાખની લાંચ લેતા બે ઝડપાયા!
નિવૃત્ત શિક્ષકના ₹12.15 લાખના મોંઘવારી એરિયસ પાસ કરવા માટે ₹2 લાખની લાંચ લેતા હાઈસ્કૂલના કલાર્ક...

ACB ની લાલ આંખ!

ACB ની લાલ આંખ!
રાજકોટ શહેરમાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો હોય તેમ વધુ એક લાંચનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નિવૃત્ત શિક્ષકના મોંઘવારી એરિયસ સહિતની મોટી રકમ પાસ કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. રાજકોટ ACB (એન્ટી કરપ્શન બ્યુરો) ટીમે વાણીયાવાડી વિસ્તારમાંથી બે શખ્સોને રૂ. 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી ભ્રષ્ટ તત્વોને સબક શીખવ્યો છે.
નિવૃત્ત શિક્ષકની લાચારીનો લાભ ઉઠાવાયો...
પ્રાપ્ત માહિતી અનુસાર, લોધિકાના પાળ ગામમાં આવેલી હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક પાસેથી તેમના મોંઘવારી એરિયસ સહિત કુલ રૂ. 12.15 લાખની રકમ પાસ કરવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. આ લાંચ માંગનારા કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ શાળાના જ સંબંધિત બે શખ્સો હતા. ધર્મેન્દ્ર ભાનુશંકર ખીરા, જેઓ હાઈસ્કૂલના કલાર્ક છે, અને નિવૃત્ત ટ્રસ્ટી ગુણવંતલાલ ચુનીલાલ ખીરા દ્વારા આ લાંચની માંગણી કરવામાં આવી હતી. એક નિવૃત્ત શિક્ષક કે જેણે આખી જિંદગી જ્ઞાન પીરસવામાં વિતાવી હોય, તેની મહેનતની કમાણી અને હકના પૈસા માટે પણ લાંચ આપવી પડે તે અત્યંત શરમજનક બાબત છે.
ACB ના છટકામાં ભ્રષ્ટાચારીઓ ફસાયા...
નિવૃત્ત શિક્ષકે આ ભ્રષ્ટાચાર સામે ઝૂકવાને બદલે રાજકોટ ACB નો સંપર્ક કર્યો અને સમગ્ર હકીકત જણાવી. ACB ટીમે તાત્કાલિક છટકું ગોઠવીને વાણીયાવાડી વિસ્તારમાં લાંચ લેતા આ બંને શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. રૂ. 2 લાખની રોકડ લાંચ સ્વીકારતી વખતે જ ACB ના અધિકારીઓએ તેમને દબોચી લીધા હતા. આ કાર્યવાહીથી ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો : ગુજરાતનો નેશનલ બાસ્કેટબોલ ખેલાડી ડિજિટલ ફ્રોડ ગેંગનો ભાગ
ભ્રષ્ટાચાર પર ક્યારે અંકુશ આવશે?
રાજ્યમાં અને ખાસ કરીને રાજકોટ જેવા શહેરોમાં સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સામાન્ય નાગરિકોના નાનામાં નાના કામ માટે પણ લાંચ આપવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ACB દ્વારા ભ્રષ્ટાચારીઓને પકડવામાં આવી રહ્યા છે તે પ્રશંસનીય છે, પરંતુ જ્યાં સુધી ભ્રષ્ટાચારના મૂળિયા ઉખેડી ફેંકવામાં નહીં આવે ત્યાં સુધી આવા બનાવો અટકાવવા મુશ્કેલ છે. આ ઘટના ફરી એકવાર ભ્રષ્ટાચાર સામે સમાજ અને તંત્ર બંનેએ વધુ સક્રિય બનવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
આ પણ વાંચો : રક્ષિતકાંડ | અકસ્માત બાદ 5 સેકન્ડ સુધી કારની સ્પીડ 140 હતી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.