રક્ષિતકાંડ | અકસ્માત બાદ 5 સેકન્ડ સુધી કારની સ્પીડ 140 હતી
અકસ્માત બાદ પણ 5 સેકન્ડ સુધી 140ની ઝડપે કાર દોડી, ચાર્જશીટમાં ખુલાસો; આરોપીએ બ્રેક દબાવી જ નહોતી!

અકસ્માત બાદ 5 સેકન્ડ સુધી કારની સ્પીડ 140 હતી

અકસ્માત બાદ 5 સેકન્ડ સુધી કારની સ્પીડ 140 હતી
વડોદરા: 13 માર્ચ, 2025ના રોજ હોળીના દિવસે રાત્રિના સમયે વડોદરાના આમ્રપાલી રોડ પર નશાની હાલતમાં વોક્સવેગન કારને 140 કિલોમીટર પ્રતિ કલાકની બેફામ ગતિએ હંકારીને આઠ લોકોને અડફેટે લેનાર રક્ષિત ચૌરસિયા વિરુદ્ધ કારેલીબાગ પોલીસે ચાર્જશીટ તૈયાર કરી લીધી છે. આ ભયાવહ ઘટનામાં એક મહિલાનું કરુણ મૃત્યુ થયું હતું. પોલીસ આગામી સમયમાં આ ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કરશે.
ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા | પોલીસ દ્વારા તૈયાર કરાયેલી ચાર્જશીટ મુજબ, અકસ્માત સર્જાયા બાદ પણ પાંચ સેકન્ડ સુધી રક્ષિતની કારની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાક જ રહી હતી. સૌથી આઘાતજનક બાબત એ છે કે, રક્ષિતે બ્રેક પર પગ મૂકવાનો કોઈ પ્રયાસ જ કર્યો નહોતો. કારની ઓટોમેટિક બ્રેક સિસ્ટમ સક્રિય થઈ અને તેના કારણે જ વાહન થંભી ગયું હતું.
12 પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને અન્ય પુરાવા |આ રક્ષિત કાંડમાં અકસ્માતને નજરે જોનારા 12 સાક્ષીઓના નિવેદનો BNSSની કલમ 183 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યા છે. પોલીસે આશરે 100 સાક્ષીઓની તપાસ પણ કરી છે. શરૂઆતમાં, પોલીસે પ્રાંશુ અને સુરેશને સાક્ષી બનાવ્યા હતા, પરંતુ તેમના ફોરેન્સિક રિપોર્ટમાં ડ્રગ્સનું સેવન કર્યાનું બહાર આવતા, બંને સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત સમયે આરોપી રક્ષિતના વીડિયોને પણ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો હતો, અને તે વીડિયો તેમજ ઘટનાસ્થળના 8 અલગ-અલગ એંગલથી લેવાયેલા ફોટોગ્રાફ્સ પણ મેચ થઈ ગયા છે, જે પુરાવાઓને વધુ મજબૂત બનાવે છે.
અગાઉ પણ બેફામ ડ્રાઇવિંગનો રેકોર્ડ | રક્ષિતનો બેફામ ડ્રાઇવિંગનો આ પહેલો કિસ્સો નથી. 26 નવેમ્બર 2024ના રોજ પણ પ્રાંશુએ પોતાની વોક્સવેગન કાર રક્ષિતને ચલાવવા આપી હતી. તે દિવસે રક્ષિતે ભારે ગતિએ કાર હંકારીને ડિવાઈડર પર ચડાવી દીધી હતી. જોકે, તે સમયે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ તેણે આસપાસના અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ અકસ્માતનો રિપોર્ટ પણ કાર કંપનીએ પોલીસને સુપરત કર્યો છે. આ બધું જાણતા હોવા છતાં, પ્રાંશુએ રક્ષિતને બીજીવાર કાર ચલાવવા આપી, જેના પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો અને એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો.તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.