રિકવરી એજન્ટને બોરીમાં બાંધીને કાર સહિત સળગાવ્યો
લાતૂરમાં ICICI બેંકના રિકવરી એજન્ટ ગણેશ ચવ્હાણની હત્યાની એક ધ્રુજાવનારી ઘટના સામે આવી

કાર સહિત જીવતો સળગાવ્યો

કાર સહિત જીવતો સળગાવ્યો
મહારાષ્ટ્રના લાતૂર જિલ્લાના ઔસા તાલુકાના વાનવડા રોડ પર એક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાવી દીધી છે અને પોલીસ તંત્રને પણ આશ્ચર્યમાં મૂકી દીધું છે. અહીં એક સળગેલી કારમાંથી એક વ્યક્તિનો સળગેલી હાતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ ગણેશ ચૌહાણ તરીકે થઈ છે, જે ICICI બેંકમાં રિકવરી એજન્ટ તરીકે કામ કરતા હતા અને ઔસા તાંડા વિસ્તારના રહેવાસી હતા. પ્રારંભિક તપાસમાં જે હકીકત સામે આવી છે તે ખૂબ જ ભયાનક છે. હત્યારાઓએ પહેલા ગણેશ ચૌહાણને બોરીમાં બાંધીને કારમાં મૂકી દીધા અને ત્યારબાદ કારને આગને હવાલે કરીને તેમને જીવતા સળગાવી દીધા.
મેડિકલ ટીમને પણ સ્થળ પર બોલાવી
આ ગંભીર ગુનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસને મોડી રાત્રે ડાયલ 112 પર કારમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. આગ પર કાબૂ મેળવ્યા બાદ તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે, કારની અંદર એક સંપૂર્ણપણે સળગેલો મૃતદેહ હતો, જે બોરીમાં બંધાયેલો હતો. આ ઘટનામાં ગણેશ ચૌહાણનું મૃત્યુ થયું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મેડિકલ ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી.
આ પણ વાંચો: વિશ્વામિત્રી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો
પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો
પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપ્યો છે. પોલીસ આ મામલાની ગહનતાથી તપાસ કરી રહી છે અને ખાસ કરીને એ સવાલનો જવાબ શોધી રહી છે કે, બેંકના રિકવરી એજન્ટ ગણેશ ચૌહાણની આટલી ક્રૂરતાથી હત્યા શા માટે કરવામાં આવી? શું આ હત્યા પાછળ રિકવરી એજન્ટ તરીકેના કામનું કોઈ વેર છે? કે પછી આ ઘટના અંગત અદાવતનું પરિણામ છે? પોલીસે ગુનો નોંધીને બોરીમાં બાંધીને સળગાવનાર આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!