વિશ્વામિત્રી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો
હત્યા કે આત્મહત્યા? સયાજીગંજ પોલીસે તપાસ શરૂ કરી

યુવતી મૃતદેહ વિશ્વામિત્રી

યુવતી મૃતદેહ વિશ્વામિત્રી
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. સયાજીગંજ પોલીસે મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને તેની ઓળખ અને મૃત્યુના કારણોની તપાસ શરૂ કરી છે. હાલ યુવતીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરીને લાશ નદીમાં ફેંકી દેવામાં આવી છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જોકે, મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.
પ્રાથમિક માહિતી અનુસાર, ગુરુવારે ભીમનાથ બ્રિજ નજીક વિશ્વામિત્રી નદીમાં એક યુવતીની લાશ તરી રહી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહ બહાર કાઢ્યો હતો
સયાજીગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ડી.એન.એ. ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે, પરંતુ યુવતીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. મૃતદેહ પર ઇજાના નિશાન જોવા મળ્યા છે, જે કયા પ્રકારના છે તેની સ્પષ્ટતા પી.એમ. રિપોર્ટ બાદ જ થશે
સીસીટીવી ફૂટેજની ચકાસણી :
પોલીસે યુવતી કઈ રીતે નદી સુધી પહોંચી તે જાણવા માટે બ્રિજ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી શરૂ કરી છે. પોલીસે આત્મહત્યા અને હત્યા એમ બંને દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ડીસીપી, મનજીતા વણઝારાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે મૃતદેહ કિશોરીનો હોય તેમ લાગી રહ્યું છે અને લાશની ઓળખના પ્રયાસો ચાલુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
શહેરમાં અન્ય યુવતીનું શંકાસ્પદ મોત :
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં બે દિવસ પહેલા પણ એક યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. વડોદરાની નેન્સી નામની યુવતીએ ભાવેશ નામના યુવક સાથે મૈત્રી કરાર કરીને સાથે રહેતી હતી. આ દરમિયાન યુવતીનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. જ્યારે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે બંને પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. યુવતીના પરિવારજનોએ ગળા અને શરીરના અન્ય ભાગો પર ઇજાના નિશાન હોવાના કારણે હત્યાની શંકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પણ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!