બેદરકારીપૂર્વક ફટાકડા ફોડતાં સગીરાનું મોત
ન્યૂ રાણીપ વિસ્તારમાં જાહેર રોડ ઉપર 3 યુવકો દ્વારા લોખંડની પાઈપમાં ફટાકડા મૂકીને ફોડતા હતા

ફટાકડા ફોડતાં સગીરાનું મોત

ફટાકડા ફોડતાં સગીરાનું મોત
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં પટેલ ડેરી પાસે દિવાળીના પડતર દિવસ એટલે કે 21 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં 16 વર્ષની એક સગીરાનું મૃત્યુ થયું. આ ઘટના 3 યુવકોની બેદરકારીને કારણે બની હતી, જેઓ જાહેર રોડ ઉપર જોખમી રીતે ફટાકડા ફોડી રહ્યા હતા. પોલીસ સૂત્રો અને સગીરાના પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ, 2 સગીર અને 1 યુવક દ્વારા લોખંડની પાઈપમાં ફટાકડા મૂકીને, તેને 2 પથ્થરો વચ્ચે ઊભી રાખી, ફોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બેદરકારીપૂર્વકની પ્રવૃત્તિમાં પાઇપ આડી પડી ગઈ અને અત્યંત ઝડપથી ઊછળીને રોડ ઉપર ઊભેલી 16 વર્ષીય સગીરાના કપાળના ભાગે જોરથી વાગી હતી. આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં પણ કેદ થઈ હતી.
આ પણ વાંચો: જાણો ફટાકડાની શરૂઆત અને તેનો ઈતિહાસ
સારવાર દરમિયાન સગીરાનું મોત
ગંભીર ઈજાને કારણે સગીરાના માથામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતક સગીરા ન્યૂ રાણીપના મેઘા આર્કેડમાં રહેતી હતી અને નેશનલ સ્કૂલમાં 11મા ધોરણમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી હતી. મૃતકના પિતાએ કરેલી ફરિયાદ મુજબ, તેમની પુત્રી તેની મિત્ર સાથે પટેલ ડેરી પાર્લર પાસે ઊભી રહીને મોબાઈલમાં જોઈ રહી હતી ત્યારે રાત્રે પોણાબાર વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો.
સગીરા ભરતનાટ્યમ કલાકાર હતી
મૃતક સગીરા ભરતનાટ્યમની એક તેજસ્વી કલાકાર હતી, જેણે ગુજરાતમાં ટોપ કર્યું હતું અને નેશનલ લેવલે જવાની તૈયારી કરી રહી હતી. તેમજ તે 12મા ધોરણમાં પણ ટોપ કરવા માટે મહેનત કરી રહી હતી. સગીરાના પિતાએ 1 યુવક સહિત 2 સગીર વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!