પૂર્વ પત્નીના સંબંધ મામલે ભાઈએ ભાઈની કરી હત્યા
દિલીપ ચૌહાણે પૂર્વ પત્નીના બીજા લગ્ન તેના જ ફોઈના દીકરા સાથે થવાથી નારાજ થઈને હત્યા કરી

ભાઈએ ભાઈની કરી હત્યા

ભાઈએ ભાઈની કરી હત્યા
જામનગર શહેરમાં આજે ધોળે દિવસે એક ગંભીર અને સંવેદનશીલ હત્યાની ઘટના સામે આવી છે, જેના મૂળમાં પારિવારિક સંબંધો અને ઈર્ષ્યા રહેલી છે. આ ઘટનામાં સગા મામા-ફોઈના દીકરા ભાઈઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો. ઘટનાની વિગતો મુજબ, આરોપી દિલીપ ચૌહાણના તેની પત્ની સોનલબેન સાથે છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા પછી સોનલબેને દિલીપના જ પિતરાઈ ભાઈ, એટલે કે મામાના દીકરા, જયેશ ચાવડા સાથે બીજા લગ્ન કર્યા હતા. દિલીપ ચૌહાણને પોતાની પૂર્વ પત્નીના આ બીજા લગ્ન સ્વીકાર્ય નહોતા, જેના કારણે તે જયેશ ચાવડા સાથે કાયમ અણબનાવ રાખતો હતો.
દિલીપે તેમને રોક્યા અને તરત જ બોલાચાલી શરૂ
આજે સવારે આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં જયેશ ચાવડા અને તેની પત્ની સોનલબેન બાઇક પર મમતા દિવસ માટે જઈ રહ્યા હતા. મૃતકની પત્ની સોનલબેને જણાવ્યું કે તે પોતે ગર્ભવતી છે અને તેઓ મમતા દિવસમાં જતા હતા, ત્યારે 49 રોડ પર આવેલા નહેરુનગર શેરી નંબર 13 પાસે દિલીપ ચૌહાણ અને તેની સાથેનો એક બીજો અજાણ્યો વ્યક્તિ સામે ભટકાયા હતા. દિલીપે તેમને રોક્યા અને તરત જ બોલાચાલી શરૂ કરી દીધી.
આ પણ વાંચો: અમદાવાદ : સિગારેટ માંગવાની બાબતમાં યુવકની હત્યા
દિલીપ ચૌહાણે આવેશમાં આવીને છરી કાઢી
મામૂલી બોલાચાલીએ ટૂંક સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું, જેમાં દિલીપ ચૌહાણે આવેશમાં આવીને છરી કાઢી અને જયેશ ચાવડા પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું. છરીના ઘા વાગવાથી જયેશ ગંભીર રીતે ઘાયલ થયો અને ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. હત્યા બાદ આરોપી દિલીપ ચૌહાણ અને તેનો સાથી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સોનલબેને પોલીસને જણાવ્યું કે, દિલીપે તેમને પાછા વળવા કહ્યું હતું, તેમ છતાં તેણે હુમલો કર્યો.
આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા જયેશના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પોલીસે આરોપી દિલીપ ચૌહાણ અને તેના સાથી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને, તેમને પકડવા માટે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!