અરવલ્લીમાં અંબાજીના પદયાત્રીઓનો અકસ્માત, 2ના મોત
લુણાવાડા-માલપુર હાઈવે પર અંબાજી તરફ જતા પદયાત્રીઓનું અકસ્માત થતા 2વ્યક્તિના મોત નિપજ્યા
અકસ્માતમાં 2ના મોત
અકસ્માતમાં 2ના મોત
અરવલ્લી જિલ્લાના લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રીઓ સાથે એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં 2 વ્યક્તિના કરુણ મોત થયા હતા. આ અકસ્માત માલપુર નજીક આવેલા પ્લાઝા પાસે થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદના વતની કેટલાક પદયાત્રીઓ અંબાજીના દર્શને જઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમાં લીધા હતા.
આ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 2 વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક માલપુર CSC (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અજાણ્યા વાહન ચાલકને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આ વર્ષે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટે યાત્રાળુઓ માટે રૂપિયા 10 કરોડનો વીમો લીધો છે, જે ગત વર્ષના વીમા કવરેજ કરતાં 3 ગણો વધુ છે. આ વીમા અંતર્ગત કોઈ પણ શ્રદ્ધાળુનો માર્ગ અકસ્માત થાય અથવા દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમને આર્થિક સહાય મળી રહેશે.
આ વીમાની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે શક્તિપીઠ અંબાજીના 50 કિલોમીટરના વિસ્તારમાં થતા અકસ્માતોને આવરી લે છે. આ કવરેજમાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીકના 7 જિલ્લાઓનો સમાવેશ થાય છે. અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી, ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વર્ષે કુલ 5500 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષે દોડાવવામાં આવેલી 5100 બસો કરતાં વધુ છે. આ વિશેષ બસોનું સંચાલન 1 સપ્ટેમ્બર 2025 થી 7 સપ્ટેમ્બર 2025 સુધી થશે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો