મહિલા ક્રેન મંગાવીને ત્રીજા માળના ફ્લેટમાં ઘુસી...
પતિ-પત્ની અને વો ના આ કિસ્સામાં 2 મહિલાઓ વચ્ચે બાથંબાથી

પતિ-પત્ની અને વો ના આ કિસ્સામાં 2 મહિલાઓ વચ્ચે બાથંબાથી

પતિ-પત્ની અને વો ના આ કિસ્સામાં 2 મહિલાઓ વચ્ચે બાથંબાથી
મુંબઇના મીરા રોડ વિસ્તારમાં એક ચોંકાવનારો અને અજીગો ગરીબ કિસ્સો બહાર આવ્યો છે. મીરા રોડ વિસ્તારમાં એક મહિલાએ તેના પતિના ત્રીજા માળે આવેલા ઘરમાં પ્રવેશવા માટે ક્રેન મંગાવી હતી. આ મહિલા ક્રેનનો ઉપયોગ કરીને તેના પતિના ઘરમાં ઘૂસી ગઈ હતી. આ સમગ્ર ઘટનાથી હાઈવોલ્ટેજ ડ્રામા થયો અને લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. મીરા રોડ સ્થિત 'અપના ઘર' નામની બિલ્ડીંગમાં આ મહિલા તેના પતિના ઘરમાં ઊંચી ક્રેનની મદદથી ઘૂસી ગઈ હતી. વિવાદ વધી ગયા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો પણ તે પહેલાં આ મહિલા ભાગી ગઈ પરંતુ અપના ઘરનો આ બનાવ સમગ્ર મીરા રોડ પર ચર્ચાનો વિષય બની ગયો છે.
'અપના ઘર ફેઝ-2' બિલ્ડિંગમાં એક મહિલાએ તેના પતિના ઘરમાં પ્રવેશવા માટે ક્રેન મંગાવતાં લોકો ચોંકી ગયા. મળતી માહિતી મુજબ, શારગુલ ખાન નામના પુરુષને બે પત્નીઓ હતી. જ્યારે આ ઘટના બની ત્યારે તે તેની પત્ની રોશની સાથે ત્રીજા માળે આવેલા ફ્લેટમાં હાજર હતો. તે સમયે બીજી પત્ની શીતલ ક્રેન લઈને ઘૂસી ગઈ હતી અને રોશનીને માર માર્યો.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફ્લેટ રોશનીના નામે છે. બીજી પત્ની શીતલ પણ આ ફ્લેટ પર પોતાનો હક દાવો કરી રહી છે. જેના કારણે વિવાદ થયો હતો. બીજી પત્ની ફ્લેટમાં ઘૂસી ત્યારે ઘણો વિવાદ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ફ્લેટની માલિકી અને કબજાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી બંને પત્નીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ગઈકાલે રાત્રે શીતલે ફ્લેટમાં પ્રવેશવા માટે ક્રેન મંગાવી અને બારીમાંથી પ્રવેશ કર્યો. આરોપ છે કે તે અંદર પ્રવેશતાની સાથે જ તેણે રોશનીને માર મારીને ઘરમાંથી બહાર ફેંકી દીધી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલાની તપાસ ચાલી રહી છે. ગુરુવારે સવારે શીતલની ધરપકડ કરવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તે સ્થળ પરથી ભાગી ગઈ હતી. કાશીગાંવ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં આરોપી મહિલા શીતલ, ક્રેન ડ્રાઇવર અને અન્ય ચાર સહાયકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. એવું પણ બહાર આવ્યું છે કે શીતલને ખબર હતી કે થોડા મહિના પહેલા શારગુલે એસી લગાવવા માટે ક્રેન મંગાવી હતી શીતલે ક્રેન દ્વારા તેના પતિના ઘરમાં પ્રવેશ કર્યો હતો. એક પતિની બે પત્નીઓ વચ્ચેનો આ વિવાદ હવે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો---
રાજાનો આત્મા ઘરમાં ભટકી રહ્યો છે, પરિવારનો દાવો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!