રાજાનો આત્મા ઘરમાં ભટકી રહ્યો છે, પરિવારનો દાવો
રાજાની પત્ની સોનમે તેના પ્રેમી રાજની મદદથી હનિમૂનમાં રાજાની હત્યા કરાવી હતી

રાજાની પત્ની સોનમે તેના પ્રેમી રાજની મદદથી હનિમૂનમાં રાજાની હત્યા કરાવી હતી

રાજાની પત્ની સોનમે તેના પ્રેમી રાજની મદદથી હનિમૂનમાં રાજાની હત્યા કરાવી હતી
ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યાને બે મહિના વીતી ગયા છે. પરંતુ પરિવાર માને છે કે રાજાનો આત્મા હજુ પણ ભટકી રહ્યો છે. જેથી પરિવારે હવે મેઘાલયમાં તે જગ્યાએ પૂજા કરવાનું નક્કી કર્યું છે જ્યાં 2 જૂને રાજા રઘુવંશીનો મૃતદેહ મળ્યો હતો. એવો આરોપ છે કે રાજાની પત્ની સોનમે તેના પ્રેમી રાજના ત્રણ મિત્રોની મદદથી રાજાને તેમના હનીમૂન દરમિયાન મારી નાખ્યો હતો અને તેને ખાઇમાં ફેંકી દીધો હતો.
રાજાનો ભાઈ વિપિન મંગળવારે ફરી એકવાર શિલોંગ પહોંચ્યો હતો. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું, 'હું સોહરામાં તે જગ્યાએ જઈશ જ્યાં રાજાનો મૃતદેહ મળ્યો હતો. હું ત્યાં પૂજા કરાવા માંગુ છું. કારણ કે મને લાગે છે કે તેનો આત્મા હજુ પણ ભટકી રહ્યો છે.' જો કે વિપિન એ જણાવ્યું નથી કે તે કયા દિવસે ત્યાં પૂજા કરવા જઈ રહ્યો છે અને તેને શા માટે લાગે છે કે રાજાની આત્મા ભટકી રહી છે. ઉલ્લેખનિય છે કે ગયા મહિને, રાજાના પિતાએ પણ કહ્યું હતું કે તેમને લાગે છે કે તેમના પુત્રનો આત્મા ઘરમાં ભટકી રહ્યો છે.
૨૩ મેના રોજ રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી. પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં એક ઊંડા ખાડામાંથી રાજાનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. એવો આરોપ છે કે તેની પત્ની સોનમ રઘુવંશીએ અન્ય ત્રણ આરોપીઓ સાથે મળીને પહેલા રાજાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી અને પછી તેનો મૃતદેહ ઊંડા ખાડામાં ફેંકી દીધો હતો. ઘણી તપાસ બાદ રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ એક ખૂબ જ નિર્જન વિસ્તાર અને ઉંચી ટોચ છે. ૧૧ મેના રોજ લગ્ન પછી, રાજા અને સોનમ ૨૦ મેના રોજ હનીમૂન માટે રવાના થયા હતા.
રાજાના ભાઈએ એમ પણ કહ્યું કે તેણે શિલોંગમાં પોતાનો વકીલ બદલી નાખ્યો છે. પ્રોપર્ટી ડીલર સિલોમ જેમ્સ સહિત ત્રણ આરોપીઓને જામીન મળ્યા બાદ, રાજાના પરિવારે વકીલ બદલવાનો નિર્ણય લીધો. તેમનું માનવું છે કે જૂના વકીલ દલીલો યોગ્ય રીતે રજૂ કરી શક્યા નહીં, જેના કારણે આરોપીઓને આટલી જલ્દી જામીન મળી ગયા.
રાજાના ભાઈ વિપિને કહ્યું કે તે નથી ઇચ્છતો કે સોનમ અને રાજને જામીન મળે. જો તેમના વતી જામીન અરજી દાખલ કરવામાં આવે તો તેનો વિરોધ કરવામાં આવશે. રાજાના પરિવારનો દાવો છે કે સોનમનો ભાઈ ગોવિંદ તેની બહેન અને તેના કથિત પ્રેમી રાજ માટે જામીન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. રાજાના પરિવારે એમ પણ કહ્યું છે કે જો રાજ અને સોનમને જામીન મળે તો તેમના જીવને જોખમ થઈ શકે છે. રાજ અને સોનમ ઉપરાંત, આકાશ રાજપૂત, વિશાલ સિંહ ચૌહાણ અને આનંદ કુર્મી પણ મેઘાલય જેલમાં બંધ છે.
આ પણ વાંચો--
રાજા રઘુવંશીના પરિવારને પંડિતે એવું કહ્યું હતું કે તે સાંભળીને....
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!