ઉત્તરાખંડમાં ફરી વરસાદની આફત: ચમોલીમાં કહેર
બદ્રીનાથ હાઇવે પાંચ સ્થળે બંધ, યાત્રાળુઓ અટવાયા
ચમોલીમાં વરસાદનો કહેર
ચમોલીમાં વરસાદનો કહેર
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર કહેર વર્તાવ્યો છે. ભારે વરસાદ અને વાદળ ફાટવા જેવી ઘટનાઓને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પાંચ જુદી જુદી જગ્યાએ બંધ થઈ ગયો છે જેના કારણે યાત્રાળુઓ અને પ્રવાસીઓ અટવાયા છે. જોશીમઠ અને અનિમઠ નજીક પહાડો તૂટી પડતા મોટા પ્રમાણમાં કાટમાળ રસ્તા પર આવી ગયો છે.
અનેક માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાયો
ચમોલી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જાણકારી આપી છે કે, બદ્રીનાથ હાઇવે પાગલ નાળા, નંદપ્રયાગ, ભાનેરપાની, કમેડા અને ચતવા પીપલ ખાતે બંધ છે. આ ઉપરાંત જ્યોતિરમઠ-માલારી હાઇવે પરનો એક પુલ પણ તણાઈ ગયો છે જેનાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. થરાલી વિસ્તારમાં પણ રસ્તાઓ બંધ થયા હોવાના અહેવાલ છે. ભારે વરસાદને કારણે નીતિ ખીણના સરહદી વિસ્તારો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ પરિસ્થિતિ પર ગંભીરતાથી ધ્યાન આપ્યું છે. તેમણે કહ્યું કે, "વાદળ ફાટવાથી થયેલા કાટમાળના પ્રવાહને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને અનેક લોકો ફસાયા છે." તેમણે સ્થાનિક પ્રશાસનને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી છે. મુખ્યમંત્રી ડિઝાસ્ટર સેક્રેટરી અને જિલ્લા મેજિસ્ટ્રેટના સતત સંપર્કમાં છે.
ઝડપી રાહત કાર્ય અને નાણાકીય સહાયની જાહેરાત
ચમોલી જિલ્લાના દેવલ તહેસીલના મોપાટા ગામમાં વાદળ ફાટવાથી બે લોકો ગુમ થયા હતા, જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રસ્તાઓ તાત્કાલિક ધોરણે ખોલવાની ખાતરી આપી હતી. તેમણે એવા પરિવારો માટે ₹5 લાખની તાત્કાલિક નાણાકીય સહાયની પણ જાહેરાત કરી છે, જેમના ઘરનો નાશ થયો છે અથવા જેમના પરિવારે આ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે.

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા