યશસ્વીનું ધમાકેદાર પ્રદર્શન,101 રનની તોફાની બેટિંગ
SMATમાં મુંબઈનો ઇતિહાસ રચતો રન ચેઝ: T20 ટીમમાં ઓપનિંગ સ્લોટ અંગે ચર્ચા તેજ

સૈયદ મુશ્તાક ટ્રોફીમાં ફટકારી તોફાની સદી

સૈયદ મુશ્તાક ટ્રોફીમાં ફટકારી તોફાની સદી
ભારતીય T20 ટીમમાં ઓપનિંગ સ્લોટ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે, યુવા બેટર યશસ્વી જયસ્વાલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માં વિસ્ફોટક પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. પુણેમાં હરિયાણા સામેની મેચમાં મુંબઈએ ૨૩૫ રનના વિશાળ લક્ષ્યને માત્ર ૧૭.૩ ઓવરમાં હાંસલ કરીને ઇતિહાસ રચ્યો હતો, જેમાં જયસ્વાલ હીરો બન્યો હતો.
વિસ્ફોટક ઇનિંગ્સ:
યશસ્વી જયસ્વાલે માત્ર 50 બોલમાં 101 રનની આક્રમક ઇનિંગ રમીને હરિયાણાના બોલરો પર શરૂઆતથી જ દબાણ બનાવી દીધું હતું. તેમની ઇનિંગ્સમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થતો હતો. મુંબઈનો આ રન ચેઝ SMATના ઇતિહાસમાં બીજો સૌથી મોટો સફળ રન ચેઝ સાબિત થયો.
યશસ્વાલે અજિંક્ય રહાણે સાથે મળીને 19 બોલમાં 53 રનની ધમાકેદાર શરૂઆત આપી હતી, ત્યારબાદ સરફરાઝ ખાન સાથે 88 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી.
T20 ટીમમાં ગિલ પર દબાણ:
જયસ્વાલની આ શાનદાર સદી એવા સમયે આવી છે જ્યારે ભારતીય T20 ટીમમાં ઓપનિંગ સ્લોટ અંગે સવાલો ઉઠી રહ્યા છે. ધીમા ફોર્મ સામે સંઘર્ષ કરી રહેલા શુભમન ગિલે 2025 માં T20 ટીમમાં પાછા ફર્યા બાદ ૧૪ ઇનિંગ્સમાં માત્ર 23.90ની સરેરાશથી 263 રન બનાવ્યા છે.
નોંધનીય છે કે, યશસ્વી જયસ્વાલ હાલમાં ભારતીય ટી20 ટીમની બહાર છે, તેમ છતાં તાજેતરમાં તેણે દક્ષિણ આફ્રિકા સામે પોતાની પ્રથમ વન-ડે સદી (અણનમ 116) પણ ફટકારી હતી. આ ડોમેસ્ટિક પર્ફોર્મન્સથી ટી20 ઓપનિંગ માટે તેની દાવેદારી મજબૂત બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.