યશસ્વી જયસ્વાલે પ્રજ્ઞાચક્ષુ ચાહકનું સ્વપ્ન કર્યું સાકાર, સહી કરેલું બેટ ભેટમાં આપ્યું
ટેસ્ટ મેચ દરમિયાન જયસ્વાલે તેના ચાહક રવિને ઓટોગ્રાફ સાથે સંદેશ લખેલું બેટ ભેટમાં આપ્યું

ક્રિકેટર જયસ્વાલે ફેનને બેટ ગિફ્ટ કર્યું

ક્રિકેટર જયસ્વાલે ફેનને બેટ ગિફ્ટ કર્યું
હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. આ ટેસ્ટ ક્રિકેટ ઈંગ્લેંડમાં બર્મિંગહામમાં રમાઈ રહી છે. ક્રિકેટ ટુર્નામેંટ દરમ્યાન ફેન્સના ઘણા કિસ્સાઓ પણ સાંભવળવા મળતા હોય છે જ્યારે આ વખતે એક હૃદયસ્પર્શી ઘટના જોવા મળી.
ભારતીય ટીમના ડેશિંગ ઓપનર યશસ્વી જયસ્વાલે રવિ નામના એક પ્રજ્ઞાચક્ષુ બાળક, જેણે ભારતીય બેટિંગ સ્ટારને મળવાનું સ્વપ્ન જોયું હતું, તેને જયસ્વાલે પોતાના હસ્તાક્ષરવાળું બેટ ભેટમાં આપ્યું છે. ક્રિકેટ ફેન, રવિ જયસ્વાલને મળવાની આશામાં ઇંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટથી ભારતીય ટીમને અનુસરી રહ્યો હતો, અને આખરે શનિવારે બર્મિંગહામમાં ચાલી રહેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે તે સાકાર થયું.
BCCIએ જયસ્વાલ અને ફેન રવિના વચ્ચેના સંવાદનો વિડીયો પણ શેર કર્યો. રમત પ્રત્યેના રવિના જુસ્સા અને તેના પ્રત્યેના પ્રેમથી પ્રભાવિત થઈને, જયસ્વાલે બાળકને ''Best wishes to Ravi with care and love''ના સંદેશ સાથે સહી કરેલું બેટ ભેટમાં આપ્યું. જયસ્વાલને મળીને રવિની છલકાતી ખુશી વિડીયોમાં સપષ્ટ થાય છે.
યશસ્વી જયસ્વાલનો ટેસ્ટમાં રેકોર્ડ:
હાલ રમાતી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે એક અદ્ભૂત સિધ્ધી પણ હાંસલ કરી છે. યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સર્વોચ્ચ ક્રમાંકિત બેટ્સમેન બન્યો છે. જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં 2000 રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન (રમાયેલી મેચોની દ્રષ્ટિએ) બનીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું. તેમના પહેલા, ટેસ્ટમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર ભારતીય બેટ્સમેનનો રેકોર્ડ સુનિલ ગાવસ્કરના નામે હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.