શું ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મળશે નવા કોચ?
ઈંગ્લેન્ડના નિકોલસ લી બનશે સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ; WPL 2026 બાદ સંભાળશે ટીમની કમાન

નવી નિમણૂક અને પ્રવાસનું આયોજન

નવી નિમણૂક અને પ્રવાસનું આયોજન
BCCI ના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ઈંગ્લેન્ડના દિગ્ગજ ફિટનેસ નિષ્ણાત નિકોલસ લી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ તરીકે નિયુક્ત થવા જઈ રહ્યા છે. તેમની સત્તાવાર કામગીરી મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 ના સમાપન બાદ શરૂ થશે.
વર્ષ 2026 ની WPL સિઝન 9 જાન્યુઆરીથી શરૂ થઈને 5 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે. આ ટુર્નામેન્ટ પૂરી થયા બાદ તરત જ ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયાના કપરા પ્રવાસ પર જશે. ઓસ્ટ્રેલિયા સામે 15 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ટેસ્ટ, વનડે અને ટી20 ફોર્મેટની મહત્વપૂર્ણ શ્રેણી રમાવાની છે. નિકોલસ લી આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસથી ભારતીય ડ્રેસિંગ રૂમનો હિસ્સો બનશે.
કોણ છે નિકોલસ લી? (અનુભવનું ભાથું)નિકોલસ લી માત્ર એક ટ્રેનર નથી, પરંતુ તેઓ ક્રિકેટના મેદાનનો પણ અનુભવ ધરાવે છે. તેઓ ભૂતકાળમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહી ચૂક્યા છે, જ્યાં તેમણે 13 મેચોમાં 490 રન નોંધાવ્યા હતા. રમતમાંથી નિવૃત્તિ બાદ તેમણે સ્પોર્ટ્સ સાયન્સ અને ફિટનેસમાં પોતાની કારકિર્દી બનાવી છે.
તેમનો વ્યાવસાયિક ઇતિહાસ પ્રભાવશાળી છે:
અફઘાનિસ્તાન ક્રિકેટ: જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 2024 સુધી તેમણે અફઘાનિસ્તાન ટીમ સાથે કામ કર્યું.
બાંગ્લાદેશ ક્રિકેટ: 2020 થી 2024 સુધી તેઓ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાં ફિઝિકલ પરફોર્મેન્સના હેડ હતા.
શ્રીલંકા ક્રિકેટ: 2016 થી 2020 સુધી શ્રીલંકાની પુરુષ ટીમ સાથે જોડાયેલા રહ્યા હતા.
ગલ્ફ જાયન્ટ્સ: તાજેતરમાં તેઓ UAE ની ILT20 લીગમાં ગલ્ફ જાયન્ટ્સ ટીમ સાથે સંકળાયેલા હતા.
સસેક્સ કાઉન્ટી: ઈંગ્લેન્ડની સ્થાનિક ક્રિકેટમાં સસેક્સ કાઉન્ટી ક્લબમાં પણ તેમણે લાંબો સમય મુખ્ય ટ્રેનર તરીકે સેવા આપી છે.
ભારતીય મહિલા ટીમ છેલ્લા કેટલાક સમયથી ફિટનેસ અને રનિંગ બિટવીન ધ વિકેટના મુદ્દે સંઘર્ષ કરતી જોવા મળી છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમો સામે રમતી વખતે ફિટનેસ નિર્ણાયક પરિબળ સાબિત થાય છે. નિકોલસ લીની એગ્લિયા રસ્કિન યુનિવર્સિટીની ગ્રેજ્યુએશન ડિગ્રી અને વિવિધ આંતરરાષ્ટ્રીય ટીમો સાથેના બહોળા અનુભવનો લાભ ભારતીય ખેલાડીઓને મળશે.
ઓસ્ટ્રેલિયાની પીચો પર ખેલાડીઓની ક્ષમતા (Stamina) અને સ્ફૂર્તિ (Agility) વધારવા માટે લીની ભૂમિકા અત્યંત મહત્વની રહેશે. BCCI નો આ નિર્ણય દર્શાવે છે કે તેઓ હવે મહિલા ક્રિકેટમાં માત્ર કૌશલ્ય જ નહીં પણ શારીરિક ક્ષમતા પર પણ પૂરતું ધ્યાન આપી રહ્યા છે.
નિકોલસ લીની એન્ટ્રીથી સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર અને શેફાલી વર્મા જેવા સ્ટાર ખેલાડીઓના પરફોર્મન્સમાં નવી ઉર્જા આવવાની આશા છે. ફેબ્રુઆરીમાં યોજાનારો ઓસ્ટ્રેલિયા પ્રવાસ આ નવા કોચ અને ભારતીય ટીમ માટે એક મોટો ટેસ્ટ સાબિત થશે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત