સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલા ખરીદશે RCB?
RCBની માલિકી બદલાવાની અટકળો તેજ: અદાર પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર આપી બોલી લગાવવાની હિન્ટ

અદાર પૂનાવાલા RCB

અદાર પૂનાવાલા RCB
IPLની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઈઝીમાં મોટા ફેરફારના સંકેત :
ભારતની દિગ્ગજ કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ આઈપીએલની સૌથી લોકપ્રિય ટીમોમાંની એક એવી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) ને ખરીદવામાં રસ દાખવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા તેમણે સંકેત આપ્યો છે કે આગામી થોડા મહિનામાં તેમની કંપની આ ટીમ માટે મજબૂત અને સ્પર્ધાત્મક બોલી લગાવી શકે છે.
ખિતાબ જીત્યા બાદ વિવાદોમાં ઘેરાઈ હતી ટીમ :
RCB માટે ગત સીઝન યાદગાર અને વિવાદાસ્પદ બંને રહી હતી. રજત પાટીદારના નેતૃત્વમાં ટીમે પંજાબ કિંગ્સને હરાવીને પોતાનું પ્રથમ આઈપીએલ ટાઇટલ જીત્યું હતું. જોકે, જીતના જશ્ન દરમિયાન બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે નાસભાગ મચી હતી, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના બદલ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે ફ્રેન્ચાઈઝીને જવાબદાર ગણાવી હતી, જેના કારણે માલિકીના વેચાણની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
વર્તમાન માલિક અને સંભવિત બિઝનેસ ડીલ :
હાલમાં RCBની માલિકી યુનાઈટેડ સ્પિરિટ્સ પાસે છે, જે આંતરરાષ્ટ્રીય કંપની ડિયાજિયોના નિયંત્રણ હેઠળ છે. લાંબા સમયથી આ ફ્રેન્ચાઈઝીના વેચાણ અંગે અટકળો ચાલી રહી હતી, પરંતુ પૂનાવાલાના તાજેતરના નિવેદને આ વાતને સત્તાવાર સમર્થન જેવું બળ આપ્યું છે. જો આ ડીલ પાર પડે છે, તો તે IPL ઇતિહાસના સૌથી મોટા નાણાકીય સોદાઓમાંથી એક બની શકે છે.
IPL વેલ્યુએશનમાં આવશે ઉછાળો :
તાજેતરમાં જ ગુજરાત ટાઇટન્સમાં ટોરેન્ટ ગ્રુપે મોટો હિસ્સો ખરીદ્યો હતો. હવે જો RCB જેવી વિશાળ ફેન બેઝ ધરાવતી ટીમ વેચાય, તો તે સમગ્ર લીગની બ્રાન્ડ વેલ્યુને નવી ઊંચાઈએ લઈ જશે. અદાર પૂનાવાલા અને લલિત મોદી જેવા મોટા વ્યક્તિત્વોના નિવેદનો સૂચવે છે કે ભવિષ્યમાં RCBની માલિકીમાં મોટું પરિવર્તન નિશ્ચિત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.