ગુજરાત સરકારે રાધા યાદવને કેમ ન સન્માન્યા?
મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશે મહિલા ક્રિકેટરોને ઇનામ આપ્યા, પરંતુ ગુજરાત સરકાર મૌન

આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સરકારે મહિલા ક્રિકેટરોને સન્માનિત કરી હતી

આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સરકારે મહિલા ક્રિકેટરોને સન્માનિત કરી હતી
તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યુ છે. વર્લ્ડ કપ જીત્યા બાદ દરેક રાજ્યો તેમના મહિલા ક્રિકેટરોનું સન્માન કરી રહ્યા છે.
શુક્રવારે મહારાષ્ટ્ર સરકારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ અને રાધા યાદવને સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ત્રણેય ખેલાડીઓને ₹2.5 કરોડની ઇનામી રકમ અર્પણ કરી છે. મહારાષ્ટ્ર સરકારે ક્રિકેટ ટીમના કોચ અમોલ મુઝુમદારને ₹2.25 કરોડનો ચેક અર્પણ કર્યો હતો. જ્યારે સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને ₹1.1 કરોડ આપ્યા છે.
આંધ્રપ્રદેશ સરકારે પણ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સભ્ય શ્રી ચારણીને 2.5 કરોડ રૂપિયા, સરકારી નોકરી અને ઘર માટે જગ્યા આપવાની જાહેરાત કરીને સન્માનિત કરી છે.
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું કે, તેણીને રાજ્ય સરકારમાં ગૃપ 1 અધિકારી તરીકે નોકરી આપવામાં આવશે. 21 વર્ષીય આ યુવતીને ઘર બનાવવા માટે કડપામાં 1 હજાર ચોરસ યાર્ડનો પ્લોટ પણ મળશે. આંધ્ર પ્રદેશના કડપા જિલ્લાની રહેવાસી શ્રી ચારણીએ એપ્રિલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા પછી પોતાનો પહેલો વર્લ્ડ કપ રમ્યો હતો. કડપ્પા જિલ્લાના યેરમાલા પલ્લે ગામની શ્રી ચારણીને તેના કાકા કિશોર કુમાર રેડ્ડી દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જે રાયલસીમા થર્મલ પાવર સ્ટેશનમાં પાર્ટ ટાઇમ ક્રિકેટર હતા.
ગુજરાત સરકારે રાધા યાદવ માટે કેમ જાહેરાત ન કરી?
ગુજરાત સરકારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કે મહિલા ખેલાડી માટે સન્માન કે ઈનામની જાહેરાત કરી નથી. મુંબઈની રહેવાસી રાધા યાદવ બરોડા ક્રિકેટ એસોસિએશનના માધ્યમથી ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે. વડોદરા વાસીઓએ રાધા યાદવનું સન્માન કરવા માટે રોડ શોનું આયોજન પણ કર્યુ છે. વર્લ્ડ કપ જીત્યા બાદ રાધા યાદવ પ્રથમ વખત વડોદરા આવતી હોવાથી શનિવારે રોડ શોનું આયોજન કરાયું છે. જેમાં રમતપ્રેમીઓને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
રાધા યાદવે વડોદરામાં નાના ઓરડામાં ભાડે રહી કોચિંગ મેળવ્યું
રાધા યાદવ વડોદરાના ગોરવા વિસ્તારમાં નાનકડા ઓરડામાં ભાડે રહીને ક્રિકેટની બારાખડી શીખી છે. વડોદરામાં નાના ઓરડાથી માંડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર સુધીની રાધાની સંઘર્ષ યાત્રા પ્રેરણાદાયી છે. રાધા યાદવ વડોદરાના હરણી રોડ પર આવેલી કૃગારા ક્રિકેટ એકેડમીની ખેલાડી છે. બાળપણમાં રાધા યાદવ મુંબઈના કાંદીવલી વિસ્તારમાં રહેતી હતી. તેના પિતા ઓમપ્રકાશ યાદવ શાકભાજીની રેંકડી ચલાવતા હતા. રાધાને નાનપણથી જ ક્રિકેટ રમવાનો જબરદસ્ત શોખ હતો. તેથી તેણી વડોદરા શિફટ થઇ હતી અને તેનું કિસ્મત ચમકી ગયું હતું.
વર્ષ 2018માં 17 વર્ષની વયે પસંદગી પામી રાધા યાદવ
વર્ષ 2018માં 17 વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે પસંદગી પામી રાધા યાદવ ગુજરાતની ટીમમાંથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનારી પ્રથમ ખેલાડી બની હતી. તેણી ડાબોડી સ્પિનર છે. સ્થાનિક સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શનને કારણે પસંદગીકારો માટે રાધાના ઉદયને અવગણવું અશક્ય બન્યું અને તેણીએ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં પ્રવેશ કર્યો હતો. તે વર્ષના અંતમાં વર્લ્ડ T20 માં પણ રમી. મૂળ મહારાષ્ટ્રની રાધા યાદવ વર્ષ 2014-15માં બરોડા આવી હતી અને U19 વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ, બંને ફોર્મેટમાં સિનિયર મહિલા ટુર્નામેન્ટ (વ્હાઇટ-બોલ ક્રિકેટ) અને U23 વેસ્ટ ઝોન ODI કપ સહિત અનેક સ્પર્ધાઓમાં રમી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.