મેચ ફિક્સિંગ મામલે વેસ્ટ ઈન્ડિઝ ખેલાડી સસ્પેન્ડ
ICCની મોટી કાર્યવાહી: જેવોન સેર્લ્સ સહિત ત્રણ પર ભ્રષ્ટાચારના આરોપ,14 દિવસમાં માંગ્યો જવાબ

ICC સસ્પેન્ડ જેવોન સેર્લ્સ

ICC સસ્પેન્ડ જેવોન સેર્લ્સ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી છે. વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર જેવોન સેર્લ્સને ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ભંગ બદલ તાત્કાલિક અસરથી ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસ વર્ષ 2023-24 દરમિયાન બાર્બાડોસમાં રમાયેલી Bim10 લીગ સાથે જોડાયેલો છે, જેમાં મેચના પરિણામો સાથે ચેડાં કરવાના ગંભીર આક્ષેપો થયા છે.
તપાસના ઘેરામાં ટીમના માલિક અને અધિકારી પણ :
આ મામલે માત્ર ખેલાડી જ નહીં, પરંતુ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ સાથે જોડાયેલા અન્ય લોકો પર પણ તવાઈ આવી છે. ટાઈટન્સ ટીમના માલિક ચિત્તરંજન રાઠોડ અને ટીમના અધિકારી ટ્રેવોન ગ્રિફિથને પણ તપાસ હેઠળ લેવામાં આવ્યા છે. આ બંનેને પણ હાલ પૂરતા સસ્પેન્ડ કરી દેવાયા છે. ICC અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝ (CWI) એ સંયુક્ત રીતે આ ત્રણેય સામે એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘન બદલ પગલાં લીધા છે.
IPL અને KKR સાથે જોડાયેલું છે સેર્લ્સનું નામ :
જેવોન સેર્લ્સ ભારતીય ચાહકો માટે જાણીતું નામ છે કારણ કે તે વિશ્વની સૌથી મોટી લીગ IPL માં પણ રમી ચૂક્યો છે. વર્ષ 2018 માં સેર્લ્સ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી મેદાનમાં ઉતર્યો હતો. તેણે KKR માટે ચાર મેચમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે તે વેસ્ટ ઈન્ડિઝની સીનિયર ટીમ માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યો નથી, પરંતુ અંડર-19 સ્તરે તે વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.
ગંભીર આરોપો અને તપાસની વિગતો :
ICC ના સત્તાવાર રિપોર્ટ મુજબ, આ ત્રણેય વ્યક્તિઓ પર અલગ-અલગ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે:
ચિત્તરંજન રાઠોડ: ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા હેઠળ ત્રણ ગંભીર આરોપ
જેવોન સેર્લ્સ અને ટ્રેવોન ગ્રિફિથ: બંને પર ચાર-ચાર આરોપ મૂકાયા છે.
આરોપોમાં મુખ્યત્વે મેચ ફિક્સિંગનું કાવતરું ઘડવું, અન્ય ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફને ખોટા કામો કરવા માટે ઉશ્કેરવા અને તપાસમાં સહયોગ ન આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શંકાસ્પદ સંપર્કો વિશે બોર્ડને જાણ ન કરવી એ પણ નિયમોનું મોટું ઉલ્લંઘન ગણાયું છે.
આગામી પગલાં :
ICC એ આ ત્રણેય આરોપીઓને પોતાનો પક્ષ રાખવા માટે 14 દિવસનો સમય આપ્યો છે. આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ સ્તરે ક્રિકેટ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં. એન્ટી કરપ્શન યુનિટ હાલમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય પાસાઓની પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા અમેરિકન ખેલાડી એરોન જોન્સ પણ સમાન પ્રકારના આરોપોનો સામનો કરી ચૂક્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.