વિજય હઝારે ટ્રોફી: શ્રેયસ અય્યરની ધમાકેદાર વાપસી
શ્રેયસ અય્યરે ઈજા બાદ મેદાન પર પરત ફરી ફટકાર્યા 82 રન, જ્યારે શુભમન ગિલ માત્ર 11 રને આઉટ

શ્રેયસ અય્યર

શ્રેયસ અય્યર
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરે ઈજાના લાંબા વિરામ બાદ મેદાન પર શાનદાર પુનરાગમન કર્યું છે. વિજય હઝારે ટ્રોફી 2025-26માં મુંબઈ તરફથી રમતા અય્યરે હિમાચલ પ્રદેશ સામે આક્રમક બેટિંગ કરી પોતાની ફિટનેસ અને ફોર્મ સાબિત કર્યું છે. જોકે, બીજી તરફ પંજાબ તરફથી રમી રહેલા શુભમન ગિલ ફરી એકવાર સસ્તામાં આઉટ થતા ચાહકોમાં નિરાશા જોવા મળી છે.
શ્રેયસ અય્યરની કેપ્ટન જેવી ઇનિંગ :
જયપુરમાં રમાયેલી આ મેચમાં શ્રેયસ અય્યરે માત્ર 53 બોલમાં 82 રનની તોફાની ઇનિંગ રમી હતી. પોતાની આ ઇનિંગ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. સેન્ચુરીની નજીક હોવા છતાં તે કુશલ પાલનો શિકાર બન્યો હતો. અય્યરની આ ઇનિંગની મદદથી મુંબઈએ નિર્ધારિત 33 ઓવરમાં 299 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. મુશીર ખાને પણ 73 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
ગંભીર ઈજા બાદ વાપસી :
શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિડની વનડેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પાંસળીઓમાં થયેલી ઈજા અને ઇન્ટરનલ બ્લીડીંગને કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી શક્યો નહોતો. ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે સીરિઝ માટે તેની વાઈસ કેપ્ટન તરીકે પસંદગી થઈ છે, પરંતુ તેનું રમવું ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત છે.
શુભમન ગિલનું કથળતું ફોર્મ :
ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલ પંજાબ તરફથી ગોવા સામે મેદાનમાં ઉતર્યો હતો. ફૂડ પોઈઝનિંગમાંથી સાજા થયા બાદ ગિલ પાસે મોટી ઇનિંગની આશા હતી, પરંતુ તે માત્ર 11 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. ફાસ્ટ બોલર વાસુકી કૌશિકે તેને આઉટ કરીને પંજાબને મોટો ઝટકો આપ્યો હતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીથી વડોદરા ખાતે વનડે સીરિઝ શરૂ થવાની છે, તે પહેલા ખેલાડીઓનું આવું પ્રદર્શન ટીમ મેનેજમેન્ટ માટે ચિંતા અને રાહત બંનેના સમાચાર લઈને આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.