વિજય હજારે ટ્રોફી: રોહિત-વિરાટની તોફાની સદી
કોહલીના 131 અને રોહિતના 155 રન; ઘરેલુ ક્રિકેટમાં દિગ્ગજોએ મચાવી ધૂમ

વિજય હજારે ટ્રોફીમાં રનનો વરસાદ

વિજય હજારે ટ્રોફીમાં રનનો વરસાદ
બેંગલુરુમાં રમાયેલી મેચમાં દિલ્હી તરફથી રમતા વિરાટ કોહલીએ આંધ્રપ્રદેશ સામે આક્રમક બેટિંગ કરી હતી. તેણે માત્ર ૧૦૧ બોલમાં ૧૩૧ રનની ઈનિંગ રમી, જેમાં ૧૪ ચોગ્ગા અને ૩ છગ્ગાનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશે આપેલા ૨૯૯ રનના લક્ષ્યાંકને દિલ્હીએ કોહલી, નીતિશ રાણા (૭૭ રન) અને પ્રિયાંશ આર્ય (૭૪ રન)ની મદદથી ૩૭.૪ ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
રોહિત શર્માની જયપુરમાં આતશબાજી: બીજી તરફ, જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈ તરફથી રમતા રોહિત શર્માએ સિક્કિમના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. રોહિતે માત્ર ૯૪ બોલમાં ૯ ગગનચુંબી છગ્ગાની મદદથી ૧૫૫ રન ફટકાર્યા હતા. મુંબઈએ ૨૩૭ રનનો લક્ષ્યાંક માત્ર ૨ વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. આ મેચમાં રોહિત અને યુવા ઓપનર અંગક્રિશ રઘુવંશી વચ્ચે ૧૪૧ રનની મજબૂત ભાગીદારી નોંધાઈ હતી.
વર્ષો બાદ ઘરેલુ મેદાન પર વાપસી: નોંધનીય છે કે વિરાટ કોહલી છેલ્લે ૨૦૧૦માં આ ટુર્નામેન્ટ રમ્યો હતો, એટલે કે ૧૫ વર્ષ બાદ તેણે વિજય હજારે ટ્રોફીમાં વાપસી કરી છે. જ્યારે રોહિત શર્મા પણ સાત વર્ષના લાંબા અંતરાલ બાદ મુંબઈ માટે આ ફોર્મેટમાં રમવા ઉતર્યો છે.
BCCIનો કડક આદેશ: રોહિત અને વિરાટ હવે માત્ર વનડે (ODI) ફોર્મેટમાં જ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે તેઓ ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. BCCI એ સ્પષ્ટ કર્યું હતું કે વનડે ટીમમાં સ્થાન જાળવી રાખવા માટે આ બંને સિનિયર ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટ રમવું અનિવાર્ય છે. આ જ કારણસર તેઓ આ સિઝનમાં રણજી ટ્રોફીમાં પણ જોવા મળ્યા હતા.
રોહિત શર્મા મુંબઈ ૧૫૫ ૯૪ ૯ છગ્ગા વિરાટ કોહલી દિલ્હી ૧૩૧ ૧૦૧ ૧૪ ચોગ્ગા, ૩ છગ્ગાઆ પ્રદર્શન સાથે બંને ખેલાડીઓએ આગામી આંતરરાષ્ટ્રીય વનડે મેચો માટે પોતાની લય પ્રાપ્ત કરી લીધી હોય તેવું જણાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.