વૈભવ સૂર્યવંશી: ચેમ્પિયન છતાં ટીમથી બહાર
અંડર-19 વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન બાદ પણ ICC ના ઉંમરના નિયમ નડ્યા, જાણો શું છે કારણ

વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી
હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે માત્ર 80 બોલમાં 175 રનની ઐતિહાસિક ઈનિંગ રમીને બિહારના લાલ વૈભવ સૂર્યવંશીએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. ભારતને ચેમ્પિયન બનાવવામાં સિંહફાળો આપનાર વૈભવ તેના શાનદાર ફોર્મ છતાં આગામી થોડા સમય સુધી સિનિયર ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકશે નહીં
ICC નો ઉંમર મર્યાદાનો નિયમ :
વૈભવની સિનિયર ટીમમાં એન્ટ્રી માટે સૌથી મોટો અવરોધ તેની ઉંમર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના વર્ષ 2020 ના નિયમ મુજબ, કોઈપણ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે સિનિયર ટીમમાં ત્યારે જ રમી શકે જ્યારે તેની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ હોય. વૈભવનો જન્મ 27 માર્ચ, 2011 ના રોજ થયો હોવાથી હાલ ફેબ્રુઆરી 2026 માં તેની ઉંમર હજુ 14 વર્ષ જ છે. આથી 27 માર્ચ, 2026 પહેલા તે ભારતની બ્લુ જર્સી પહેરી શકશે નહીં
અંડર-19 ના દરવાજા પણ બંધ :
ઉંમરની દ્રષ્ટિએ વૈભવ હજુ આગામી બે વર્લ્ડ કપ રમી શકે તેમ છે, પરંતુ BCCI ના નિયમો તેને મંજૂરી આપતા નથી. ભારતીય ક્રિકેટ બોર્ડના નિયમ મુજબ, એક ખેલાડી તેના જીવનકાળમાં માત્ર એક જ વાર અંડર-19 વર્લ્ડ કપ રમી શકે છે. આ નિયમ નવા યુવાનોને તક આપવા માટે બનાવવામાં આવ્યો છે, જેના કારણે વૈભવ માટે હવે જુનિયર સ્તરનું ક્રિકેટ પણ પૂર્ણ થઈ ગયું છે.
વૈભવ સૂર્યવંશીના ઐતિહાસિક રેકોર્ડ્સ :
ફાઈનલમાં તોફાન: અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં માત્ર 80 બોલમાં 175 રન ફટકાર્યા
છગ્ગાનો રેકોર્ડ: 2026 ના વર્લ્ડ કપમાં સૌથી વધુ 30 સિક્સર મારવાનો નવો રેકોર્ડ
સૌથી યુવા સદી: લિસ્ટ-એ ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી
ડી વિલિયર્સને પછાડ્યો: વિજય હજારે ટ્રોફીમાં માત્ર 59 બોલમાં 150 રન બનાવી એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો.
આઈપીએલ ધમાકો: સૌથી નાની ઉંમરે આઈપીએલમાં માત્ર 35 બોલમાં સદી ફટકારવાનું કારનામું
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.