વૈભવ સૂર્યવંશીએ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો
૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ અંડર-૧૯ વનડેમાં ૧૦૦૦ રન પૂરા કરી વિરાટ કોહલીને પાછળ છોડ્યા

વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી
ભારતીય ક્રિકેટના ઉગતા સિતારા વૈભવ સૂર્યવંશીએ અંડર-૧૯ યુથ વનડે ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર ૧૪ વર્ષની નાની ઉંમરે વૈભવે રન બનાવવાની બાબતમાં દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. બાંગ્લાદેશ સામેની મેચમાં આક્રમક બેટિંગ કરીને વૈભવે આ નવો ઇતિહાસ રચ્યો છે.
કોહલી કરતાં ઓછી મેચમાં વધુ રન અને સદી :
વિરાટ કોહલીએ પોતાની અંડર-૧૯ કારકિર્દી દરમિયાન ૨૮ મેચોમાં ૯૭૮ રન બનાવ્યા હતા, જેમાં એક સદીનો સમાવેશ થતો હતો. તેની સામે વૈભવ સૂર્યવંશીએ માત્ર ૨૦ મેચોમાં જ ૧૦૦૦ રનનો આંકડો વટાવી દીધો છે. આટલું જ નહીં, સદીના મામલે પણ વૈભવ આગળ છે; તેના નામે અત્યારે ત્રણ સદી અને પાંચ અડધી સદી નોંધાયેલી છે. વૈભવે બાંગ્લાદેશ સામે માત્ર ૩૦ બોલમાં ફિફ્ટી ફટકારીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
સૌથી નાની વયે વર્લ્ડ કપ ડેબ્યૂનો રેકોર્ડ :
વૈભવ સૂર્યવંશીએ ૧૪ વર્ષ અને ૨૯૪ દિવસની વયે અંડર-૧૯ વર્લ્ડ કપમાં પદાર્પણ કર્યું હતું. ૧૫ વર્ષની ઉંમર પહેલા વર્લ્ડ કપ રમનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. અગાઉ આ રેકોર્ડ કુમાર કુશાગ્રના નામે હતો, જેણે ૧૫ વર્ષ અને ૮૮ દિવસની વયે ડેબ્યૂ કર્યું હતું. વૈભવે સિનિયર ક્રિકેટમાં પણ લિસ્ટ-એ અને ટી૨૦ ફોર્મેટમાં શાનદાર દેખાવ કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે.
અંડર-૧૯ વનડેમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ :
ભારત માટે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના ખેલાડીઓની યાદી નીચે મુજબ છે:
વિજય જોલ: ૧૪૦૪ રન (૩૬ મેચ)
યશસ્વી જયસ્વાલ: ૧૩૮૬ રન (૨૭ મેચ)
તન્મય શ્રીવાસ્તવ: ૧૩૧૬ રન (૩૪ મેચ)
ઉન્મુક્ત ચંદ: ૧૧૪૯ રન (૨૧ મેચ)
શુભમન ગિલ: ૧૧૪૯ રન (૧૬ મેચ)
વૈભવ સૂર્યવંશીએ જે ઝડપે રન બનાવ્યા છે તે જોતા તે આગામી સમયમાં આ યાદીમાં ટોચનું સ્થાન મેળવી શકે છે. આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો ભારતીય રેકોર્ડ પણ આ યુવા ખેલાડીના નામે હોવાથી તેના ભવિષ્ય પ્રત્યે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.