Asia Cup માં પંસદગી ન થતા આ ખેલાડીનું છલકાયુ દર્દ
મોહમ્મદ શમીનું ચોંકાવનારું નિવેદન: 'ફિટ છું, કોઈને તકલીફ હોય તો મને કહે...'
મોહમ્મદ શમીએ કરી મોટી વાત
મોહમ્મદ શમીએ કરી મોટી વાત
ભારતીય ક્રિકેટના દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં એશિયા કપ 2025ની ટીમમાં પોતાની અવગણના પર મૌન તોડ્યું છે. શમીના આ નિવેદને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે, કારણ કે તેણે માત્ર પોતાની ફિટનેસ જ નહીં, પરંતુ પસંદગીકારો અને ટીમના ભવિષ્ય અંગે પણ સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે.
ફિટનેસ પર સવાલો: શમીનો જડબાતોડ જવાબએશિયા કપ માટે ભારતીય ટીમમાં પાંચ સ્પેશિયાલિસ્ટ બોલરોની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ શમીને મુખ્ય ટીમ તો શું, રિઝર્વ ખેલાડીઓમાં પણ સ્થાન મળ્યું ન હતું. આ નિર્ણય પાછળ તેની ફિટનેસને કારણભૂત માનવામાં આવી રહી હતી. જોકે, શમીએ આ અફવાઓનો અંત લાવી દીધો છે. તેણે સ્પષ્ટપણે કહ્યું કે, તે સંપૂર્ણપણે ફિટ છે અને દુલીપ ટ્રોફી રમવા માટે પણ તૈયાર છે.

આ અંગે તેણે કહ્યું, "જો હું દુલીપ ટ્રોફી રમી શકું, તો T20 કેમ ન રમી શકું?" શમીના આ શબ્દો તેની માનસિક મજબૂતી અને આત્મવિશ્વાસ દર્શાવે છે. તેણે ભારપૂર્વક જણાવ્યું કે, તે પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખે છે અને જ્યારે પણ તક મળશે, શ્રેષ્ઠ પ્રદર્શન આપશે.
સિલેક્ટર્સ પર આકરા પ્રહારપોતાની પસંદગી ન થવા અંગે શમીએ કોઈને દોષ આપવાનો ઇનકાર કર્યો, પરંતુ સાથે જ સિલેક્ટર્સની જવાબદારી પર પણ ભાર મૂક્યો. તેણે કહ્યું, "જો હું ટીમ માટે યોગ્ય હોઉં તો મને પસંદ કરો, જો નહીં તો કોઈ સમસ્યા નથી. સિલેક્ટર્સની જવાબદારી છે કે ટીમ ઇન્ડિયા માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે." શમીનું આ નિવેદન બતાવે છે કે તે સિલેક્ટર્સના નિર્ણયોનો સીધો સ્વીકાર કરે છે, પરંતુ તેની ક્ષમતાને ઓછી આંકવામાં આવે તો તે પણ સહન કરવા તૈયાર નથી.

શમીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અને IPLના ભવિષ્ય અંગે પણ મોટો ખુલાસો કર્યો. IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે તેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું અને તે 9 મેચમાં માત્ર 6 વિકેટ જ લઈ શક્યો હતો. આ અંગે શમીએ કહ્યું કે, તે કોઈપણ ફ્રેન્ચાઇઝી માટે રમવા માટે તૈયાર છે, કારણ કે "આ IPL છે, જે ક્રિકેટનો ઉત્સવ છે."
નિવૃત્તિ અંગેના સવાલો પર પણ શમીએ સ્પષ્ટ વલણ અપનાવ્યું. તેણે ભાવુક થઈને કહ્યું, "શું હું કોઈના જીવનનો પથ્થર બની ગયો છું કે મારે નિવૃત્તિ લઈ લેવી જોઈએ? જે દિવસે હું કંટાળી જઈશ, તે દિવસે રમત છોડી દઈશ." શમીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભલે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક ન મળે, તે ઘરેલુ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.

મોહમ્મદ શમીનું આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે, તે માત્ર એક ક્રિકેટર નથી, પરંતુ એક આત્મવિશ્વાસુ ખેલાડી છે જે પોતાના હક માટે અવાજ ઉઠાવી શકે છે. તેની ફિટનેસ પર સવાલ ઉઠાવનારને તેણે જડબાતોડ જવાબ આપ્યો છે અને ભવિષ્ય માટે પણ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે શમીના આ નિવેદન બાદ સિલેક્ટર્સ અને મેનેજમેન્ટ તેની તરફ કેવું વલણ અપનાવે છે.

દુલીપ ટ્રોફી 2026માં વૈભવ સૂર્યવંશીએ બેટિંગમાં 8 રન બાદ બોલિંગમાં કમાલ કર્યો. ઈસ્ટ ઝોનના વૈભવે નોર્થ ઈસ્ટ ઝોન સામે માત્ર 4 બોલમાં 2 વિકેટ ઝડપી અને 3 ઓવરમાં 11 રન આપ્યા.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.