પ્રસિદ્ધ કૃષ્ણાએ વિશાખાપટ્ટનમમાં ફેરવ્યું પાસું
ક્વિન્ટન ડી કોક અને માર્કરમની વિકેટ લઈ કૃષ્ણાએ ભારતને અપાવી મોટી સફળતા

પ્રસિદ્ધ કૃષ્ણાએ ફેરવ્યું પાસું

પ્રસિદ્ધ કૃષ્ણાએ ફેરવ્યું પાસું
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝની નિર્ણાયક અને અંતિમ મેચ હાલમાં વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. આ મહત્વપૂર્ણ મુકાબલામાં ટીમ ઈન્ડિયાના કેપ્ટને ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો.
પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઉતરેલી આફ્રિકન ટીમને મેથ્યુ બ્રિટ્ઝ્કે અને ક્વિન્ટન ડી કોકે થોડા સમય માટે શાનદાર શરૂઆત અપાવી હતી. જોકે, ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ કમાલની બોલિંગ કરતા વિરોધી ટીમને એક જ ઓવરમાં ડબલ આંચકો આપ્યો, જેનાથી મેચમાં ભારતની પકડ મજબૂત થઈ.
એક જ ઓવરમાં બે મોટા ઝટકાસાઉથ આફ્રિકાની ઇનિંગ્સની 29મી ઓવર પ્રસિદ્ધ કૃષ્ણા નાંખી રહ્યા હતા. આ ઓવરના બીજા બોલે તેણે ઓપનર મેથ્યુ બ્રિટ્ઝ્કેને LBW આઉટ કર્યો. મેથ્યુએ DRS (ડિસિઝન રિવ્યુ સિસ્ટમ) લીધું, પરંતુ રીવ્યુમાં સ્પષ્ટ થયું કે બોલ સીધો સ્ટમ્પ પર વાગી રહ્યો હતો. આઉટ થતા મેથ્યુ 24 રનના સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યા.
One brings two for Prasidh Krishna and #TeamIndia! 😎
— BCCI (@BCCI) December 6, 2025
South Africa lose Matthew Breetzke and Aiden Markram
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/ZVyeqzwbVb
ત્યારબાદ 29મી ઓવરના છેલ્લા બોલે પ્રસિદ્ધે બીજા મોટો શિકાર ઝડપ્યો. તેણે ગત મેચમાં સદી ફટકારનાર અને સાઉથ આફ્રિકાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર એડન માર્કરમને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને મોટી સફળતા અપાવી. આ વખતે માર્કરમ ધીમી બેટિંગ કરી રહ્યો હતો, અને તેના બેટમાંથી આવેલો બોલ સીધો વિરાટ કોહલીના હાથમાં કેચ થયો. માર્કરમ માત્ર 2 બોલમાં 1 રન બનાવીને પેવેલિયન ભેગો થયો.
ડી કોકની વિકેટ ભારત માટે મોટી સફળતાઆ ડબલ સફળતા બાદ પ્રસિદ્ધ કૃષ્ણાએ તેની 33મી ઓવરમાં સાઉથ આફ્રિકાના સૌથી ખતરનાક બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને પણ આઉટ કર્યો હતો. ડી કોકની વિકેટ ભારતીય ટીમ માટે ખૂબ જ સફળ સાબિત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, પ્રસિદ્ધ કૃષ્ણાએ બીજી વનડે મેચમાં ઘણું ખરાબ પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 8.2 ઓવરમાં 85 રન આપ્યા હતા અને ટીમ ઈન્ડિયાની હાર બાદ તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ નિર્ણાયક મેચમાં ત્રણ મહત્વની વિકેટો લઈને પ્રસિદ્ધે જોરદાર વાપસી કરી છે અને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.