સ્મિથ અને બાબર વચ્ચે તણાવ: સ્મિથે તોડ્યું મૌન
બિગ બેશ લીગમાં બાબર આઝમને સિંગલ લેવાની ના પાડવા પાછળનું સ્ટીવ સ્મિથે જણાવ્યું અસલી કારણ

સ્મિથ બાબર

સ્મિથ બાબર
ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (BBL) માં સિડની સિક્સર્સ તરફથી રમી રહેલા બે દિગ્ગજ ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને બાબર આઝમ વચ્ચે મેદાન પર થયેલી ગરમાગરમી અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ફિલ્ડિંગ અને બેટિંગ દરમિયાન બંને વચ્ચે જોવા મળેલી તણાવભરી ક્ષણો બાદ હવે સ્ટીવ સ્મિથે આ મામલે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી છે.
ફિલ્ડિંગમાં ગેરસમજથી શરૂ થયો વિવાદ :
આ ઘટનાની શરૂઆત મેચની પ્રથમ ઇનિંગ્સમાં થઈ હતી. ડેવિડ વોર્નરના એક શોટને રોકવા જતી વખતે સ્મિથ અને બાબર વચ્ચે તાલમેલનો અભાવ જોવા મળ્યો, જેના કારણે બોલ બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હતો. બાબર આ બોલ રોકી શકે તેમ હોવા છતાં ગેરસમજને કારણે રન ન રોકાતા સ્મિથ તેના પર નારાજગી વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ સ્મિથે એક ફિલ્ડિંગ પ્રયાસમાં બાબરને અવગણીને પોતે જ બોલ ઝડપ્યો હતો.
સિંગલ લેવાની ના પાડી અને રમાઈ મોટી ઈનિંગ :
જ્યારે આ બંને ખેલાડીઓ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ૧૧મી ઓવરમાં સ્મિથે બાબરને સ્પષ્ટપણે સિંગલ લેવાની મનાઈ કરી દીધી હતી. આ નિર્ણયથી પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ નારાજ દેખાયો હતો. મેચ પૂરી થયા બાદ સ્મિથે ખુલાસો કર્યો કે પાવર-સર્જ ઓવરની રણનીતિને કારણે તેણે આ નિર્ણય લીધો હતો. સ્મિથ નાની બાઉન્ડ્રીનો લાભ લેવા માંગતો હતો અને સ્ટ્રાઈક પોતાની પાસે રાખીને વધુ રન બનાવવાનો તેનો પ્લાન હતો.
રણનીતિ જે ટીમને ફળી :
સ્મિથની આ જીદ આખરે ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ. તેણે ૧૨મી ઓવરમાં આક્રમક બેટિંગ કરતા ૩૨ રન ફટકાર્યા, જે બીબીએલ ઈતિહાસની સૌથી મોંઘી ઓવર બની હતી. સ્મિથે સ્વીકાર્યું કે તેને ખ્યાલ નથી કે બાબર તેના આ નિર્ણયથી સહમત હતો કે નહીં, પરંતુ ટીમ માટે વધુ રન જોડવા તે જરૂરી હતું. બીબીએલના પાવર-સર્જ નિયમનો મહત્તમ ફાયદો ઉઠાવવા સ્મિથે સિંગલ લેવાનો ઈન્કાર કર્યો હતો.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત